મહેસાણા
પાટીદારોના ગઢ મહેસાણામાં રવિવારે જીઁય્ના બેનર હેઠળ સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને ર્નિણય કરાશે. પાટીદાર સમાજની માગ વિશે સરકાર વિચારણા કરશે. પાટીદાર સમાજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ સંકેત આપ્યા હતા. મુખ્યમંત્રીના સંકેત બાદ પ્રેમલગ્નના રજીસ્ટ્રેશન સમયે નિયમો બદલવાની માગ બુલંદ બની રહી છે. લગ્ન નોંધણી સમયે માતાપિતાની મંજૂરીને નીતિન પટેલે સમર્થન કર્યુ છે. પ્રેમ લગ્નની નોંધણીમાં પરિવારની મંજૂરી મુદ્દે વિચારણાને આવકાર હોવાનું તેમણે જણાવ્યું હતું. ઝ્રસ્એ આપેલા નિવેદનને ચારે બાજુથી સમર્થન મળવા લાગ્યું છે. કાૅંગ્રેસ નેતા ઈમરાન ખેડાવાલાએ પણ સમર્થન આપ્યું છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ટિ્વટરના માધ્યમથી વિચારણાને આવકારી છે. તેમણે લખ્યું કે મુખ્યમંત્રીએ એક કાર્યક્રમમાં કરી છે. જાે સરકાર આવો કાયદો વિધાનસભા સત્રમાં બિલ લાવી બનાવે તો સરકારને મારું સમર્થન છે. માતા પિતાની મંજરી વગર યુવાનો પ્રેમ લગ્ન કરી લેતા હોય છે ત્યારે આ બાબતને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનુ નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, પ્રેમ લગ્ન માતા-પિતાની મંજુરી ફરજીયાત કરવા માટે અભ્યાસ કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નિવેદન મહેસાણા ખાતે એસપીજી દ્વારા કરવામાં આવેલા પાટીદાર સ્નેમિલન કાર્યક્રમમાં આપ્યુ હતુ. આ પહેલા પાટીદાર સમાજ દ્વારા એવી માગ કરવામાં આવી હતી કે, લવ મેરેજમાં વાલીની મજુરી ફરીજિયાત હોવી જાેઇએ. તેના પર મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, પ્રેમ લગ્નમાં માતા પિતાની સહી ફરજીયાત કરવાામાં કરવા માટે જરૂરી અભ્યાસ કરવામાં આવશે. બંધારણ ન નડે તે રીતે દિકરીઓ પ્રેમ લગ્ન કરે તે બાબતે ચોક્કસ વ્યવસ્થા કરવા જણાવ્યુ હતુ.


