મધ્ય સૌરાષ્ટ્રના ભૌગોલીક વિસ્તારની દ્રષ્ટિએ ઉત્તમ ગણાતા જેતપુર તાલુકાના બજાર વિસ્તારના કમાન્ડ એરીયાના કપાસનું ઉત્પાદન દર વર્ષે ખુબજ સારૂ રહે છે. તેમજ કવોલીમાં પણ પ્રથમ નંબરે હોય છે. સૌરાષ્ટ્રમાં ત્રીજા નંબરના જેતપુર માર્કેટ યાર્ડમાં કપાસની ગુણવત્તા અને માઈક ખુબજ સારા રહેતા હોય દર વર્ષે ગુજરાતભરના જીનર્સોની સીધી જ ખરીદી રહે છે. આજ રોજ જેતપુર માર્કેટ યાર્ડ ખાતે નવા કપાસની આવકના શ્રીગણેશ થયેલ. ચેરમેનશ્રી જયંતીલાલ જી. હીરપરા, વા.ચેરમેનશ્રી હરેશભાઇ ગઢીયા, ઇન.સેક્રેટરીશ્રી ભીમજીભાઇ સરવૈયા, વેપારી એશોસીએશનના પ્રમુખશ્રી નલીનભાઇ ભુવા, દલાલ સરાફી મંડળીના પ્રમુખશ્રી ચંદુભાઇ પાઘડાળ તેમજ યાર્ડના અગ્રણી વેપારીઓની હાજરીમાં નવા કપાસની હરરાજી કરેલ. નવા કપાસમાં હાલ ભેજનું પ્રમાણ વધુ હોય ભાવ પ્રતી ૨૦ કિ.લો. ના રૂા.૧૬૫૧/- થયેલ. જેતપુર યાર્ડ દરવર્ષે કપાસની બમ્પર આવકોથી છલોછલ ભરાય જાય છે. ખેડૂતોના માલના પૂરેપૂરા પોષણક્ષમ ભાવો ઉપરાંત સચોટ વજન મળી રહે છે. તેમજ માલનો બગાડ પણ થતો નથી. જેતપુર માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવકો શરૂ થતા તેની વધામણીમાં માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી જયંતીભાઇ હિરપરાએ વેપારી એશોસીએશન તથા દલાલ મંડળ તથા ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુમાં વા.ચેરમેનશ્રીએ કપાસ પકવતા કિશાનભાઇઓને કપાસનું ઉતપાદન થતા જેતપુર માર્કેટ યાર્ડમાં કપાસ લઈ આવવા અનુરોધ કરેલ.


