Delhi

ગમે તેટલી ટ્રોફી હારી જાઉં પણ હું હાર તો નથી જ માનવાનો ઃ વિરાટ કોહલી

નવીદિલ્હી
હાલના સમયે વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટ ટીમની કરોડરજ્જુ ગણાય છે. તે અનેક યુવા ક્રિકેટરોનો આદર્શ છે. કોહલીના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. તે મેદાનમાં જેટલો કમાલ કરે છે તેટલો જ કમાલ તે મેદાન બહાર પણ કરતો જાેવા મળે છે. તાજેતરમાં જ વાયરલ થયેલા વીડિયોમાં તેની સ્પીચથી અનેક યુવાનોને મોટીવેશન મળ્યું છે. આ વીડિયોમાં તેની સ્પીચ સાંભળી તેના આટલા ચાહકો શા માટે છે અને શા માટે તેને કિંગ કહેવાય છે તે વાતનો ખ્યાલ આવી જાય છે. શુભ નામના એક યુઝરે ટિ્‌વટર પર કિંગ કોહલીનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કોહલીને સ્પીચ આપતો જાેઇ શકાય છે. તમે તેને ૈંઁન્ મળતી તકો અને તેના અનુભવ વિશે બોલતો સાંભળી શકો છો. તે વીડિયોમાં કહે છે કે, હું ૧૫ વર્ષથી ૈંઁન્ રમી રહ્યો છું અને હું હજી સુધી એક પણ વખત જીતી શક્યો નથી. પરંતુ આ બાબત મને દર વર્ષે ઉત્સાહિત થવાથી રોકતી નથી. હું આટલું કરી શકું છું. આ જ પ્રયાસ હું કરી શકું છું. તે વીડિયોમાં આગળ, વ્યક્તિએ કેવી રીતે હંમેશા પોતાની પાસેની તક વિશે વિચારવું જાેઈએ અને હંમેશાં દરેક ખરાબ બાબતોની બીજી બાજુ હોય છે તે વાત સમજાવે છે. આ વીડિયોમાં કેપ્શનમાં લખ્યું છે કે, કોઈ કારણોસર જ તે સાચે કિંગ કોહલી છે. આ વીડિયો અપલોડ થયા બાદ તરત જ લાઈકનો વરસાદ થવા લાગ્યો હતો. થોડા સમયમાં જ વીડિયોને ૩૬ હજારથી વધુ વ્યૂઝ મળી ગયા છે. અનેક ટિ્‌વટર યુઝરે રિએક્શન આપ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, તે શ્રેષ્ઠ છે. બીજા એક યુઝરે કહ્યું કે, આ માણસ મને ખૂબ પ્રેરણા આપે છે. સાચે જ કોઈ કારણસર કિંગ છે. થોડા સમય પહેલા પણ કોહલીનો એક વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયો કોહલીના ટીનએજ સમયનો છે. વીડિયોમાં કોહલીને તેના અસ્તવ્યસ્ત લૂકમાં જાેઈ શકાય છે. વીડિયોમાં તે તેના લુકને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહેલા એક મિત્રથી પોતાના વાળને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વધુમાં કોહલીને સનગ્લાસ પહેરેલો જાેઇ શકાય છે અને તેના વાળ સ્પાઇક્સમાં જેલનો ઉપયોગ કરીને સ્ટાઇલ કરવામાં આવ્યા છે. તેનો એક મિત્ર તેને કેમેરા સામે હોવાની જાણ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ વીડિયોમાં કોહલીને તેના વાસ્તવિક નિખાલસ સ્વભાવમાં જાેઇ શકાય છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *