Delhi

નૂહ હિંસા ભારતની છબી બગાડવાનું કાવતરું ઃ ેંજીએ આપ્યું નિવેદન

નવીદિલ્હી
ભારતની રાજધાની દિલ્હીની આસપાસ સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી છે. હવે અમેરિકાએ પણ આ હિંસા પર પ્રતિક્રિયા આપી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે શાંત રહેવાની અપીલ કરી છે. તેમણે હિંસા ન કરવા અને તેનાથી દૂર રહેવા વિનંતી કરી. છેલ્લા બે દિવસથી ગુરુગ્રામ હિંસાના સમાચાર વૈશ્વિક મીડિયા પર છવાયેલા છે. જેના કારણે ભારતની વિશ્વસનીયતાને આંચકો લાગી શકે છે. વિશ્વના શક્તિશાળી નેતાઓ આવતા મહિને ભારતમાં હશે. એક મીડિયા સંસ્થાએ લખ્યું કે આ પહેલા ભારતમાં સાંપ્રદાયિક સામે આવી ચુકી છે. અમેરિકન મીડિયા સંસ્થા ઝ્રદ્ગદ્ગ એ ટ્રેનમાં મુસ્લિમ સમુદાયના લોકો પર ગોળીબાર અને હિંસાને કવર કર્યો હતો. વિશ્વ નેતાઓની સમિટના એક મહિના પહેલા ભારતમાં ઘાતક સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી, શીર્ષક સાથે લખ્યું હતું કે દિલ્હીમાં જી-૨૦ નેતાઓના સ્વાગતના થોડા અઠવાડિયા પહેલા ભારતમાં મોટી સાંપ્રદાયિક અણબનાવ સામે આવી છે. હરિયાણાના નૂહ, ફરીદાબાદ અને પલવલમાં સ્થિતિ તંગ છે. અહીં ઈન્ટરનેટ સેવાઓ ૫ ઓગસ્ટ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હિંસા સાથે સંકળાયેલા ૧૧૦ લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. ૩૧ જુલાઈએ હરિયાણાના નૂહમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદની ‘શોભાયાત્રા’ દરમિયાન હિંસા થઈ હતી. ગુરુગ્રામમાં સરકાર દ્વારા આપવામાં આવેલી જમીન પર અંજુમન મસ્જિદ બનાવવાની સાથે જ અહીં એક ઈમામની હત્યા કરવામાં આવી હતી. જ્યારે હિંસા અંગે પૂછવામાં આવ્યું કે અમેરિકાનો શું સંદેશ છે? મેથ્યુ મિલરે કહ્યું કે ‘સ્પષ્ટપણે, અથડામણના સંબંધમાં, અમે હંમેશની જેમ શાંતિની વિનંતી કરીશું. બંને પક્ષોએ હિંસક કાર્યવાહીથી દૂર રહેવું જાેઈએ. તેમણે અમેરિકામાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાની વાત કરી હતી. વૈશ્વિક મીડિયાએ પણ હિંસાને આવરી લીધી છે. પાકિસ્તાની મીડિયા સંસ્થા ડાઉન સતત હિંસાને કવર કરી રહી છે. અલ-જઝીરાએ હિંસામાં ઈમામના મોતના સમાચારને મહત્વ આપ્યું છે. હત્યાના બીજા જ દિવસે ઇમામ હાફિઝ સાદ બિહારમાં પોતાના ઘરે જવાનો હતો. જાેકે, ટ્રેનમાં ગોળીબારની ઘટના બાદ તેનો ભાઈ તેને મુસાફરી કરવાની ના પાડી રહ્યો હતો. ૧૯ વર્ષીય ઈમામને દફનાવવામાં આવ્યો હતો. જાે કે, રાજધાનીની આસપાસ થઈ રહેલી હિંસા અને રાજધાની દિલ્હીમાં બજરંગ દળના કાર્યકરો દ્વારા પ્રદર્શનની માગને કારણે ચિંતા વધી ગઈ છે.

File-01-Page-08-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *