સુરત
સુરતના કાપોદ્રામાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ જેવી જ ઘટના બનતા ચકચાર મચી છે. બેફામ બનેલા નબીરાએ સીફ્ટ કારથી ૬ બાઈક ચાલકને ટક્કર માર્યાની ઘટના સામે આવી છે. કારની એટલી વધારે સ્પીડ હતી કે અકસ્માત બાદ બાઈક ૨૦ ફુટ સુધી ઢસડાયું હતું. ત્યારે આ રફ્તાના કહેરની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં ઉત્તરાણનો રહેવાસી સાજન પટેલ નશાની હાલતમાં સીફ્ટ કાર લઈને પૂરપાટ ઝડપે જઈ રહ્યો છે. નિયમોને નેવે મૂકી મ્ઇ્જી કોરીડોરમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો..ત્યારે કાપોદ્રામાં કોરીડોર બહાર થયેલ અકસ્માતને જાેવા માટે બાઈક ચાલકો ઊભા હતા…ત્યારે પૂરપાટ ઝડપે આવેલા સાજન પટેલે સીફ્ટ કારથી ૬ બાઈકોને એકસાથે ટક્કર મારી હતી. ત્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મગલદીપ, પી.પી.મણિયા, પી.પી. સવાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે..જાે કે અકસ્માત બાદ કાર ચાલકને લોકોએ ઘટના સ્થળે જ ઝડપી માર માર્યો હતો. અને પોલીસના હવાલે કર્યો હતો. મહત્વનું છે સાજન પટેલ મૂળ સુરતનો જ છે અને કારની લે-વેચનો ધંધો કરે છે. સાજન પટેલે ય્ત્ન ૦૫ ઇદ્ગ ૯૯૯૫ નંબરની સ્વીફ્ટ કાર ચલાવી ૬ લોકોને અડફેટે લીધા હતા. આ તમામ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચાર રસ્તા પર બાઇકસવાર લોકો રોડ ક્રોસ કરી બીઆરટીએસ રૂટમાં જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માત થવા છતાં કાર ઊભી રાખવાને બદલે સાજન પટેલે ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ કારચાલક સાજન પટેલને પકડ્યો ત્યારે દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. કારચાલકે અંદાજે ૨૦ ફૂટ જેટલા બાઈકચાલકોને ઢસડી નાખ્યા હતા. ત્યારબાદ કારની એરબેગ પણ ખૂલી ગઈ હતી. અકસ્માતના સ્થળથી ૨૫ ફૂટ દૂર કાર રોકાઈ હતી. આરોપી સાજન પટેલની તથ્યની જેમ જ ચાલુ ગાડીએ રીલ બનાવી છે, તે વાયરલ થઈ છે. પોતાનો બચાવ કરતા સાજન પટેલે દારૂ ન પીધો હોવાનું કહ્યુ હતું. તેણે કહ્યું કે, હું ઘરે જતો હતો, અચાનક જ ટુવ્હીલર આવી ગયુ, તેમાં ઠોકાયો. મેં દારૂ નહોતો પીધો. વરસાદ પડતો ન હતો, એટલે ન દેખાયુ. મારી ગાડીમાં કોઈ દારૂની બોટલ ન હતા. ત્રણ-ચાર વાગ્યે પીધો હતો. મેં બપોરના સમયે દારૂ પીધો હતો. મારા છોકરાની બર્થડે પાર્ટીમાં ગયો હતો. સાત-આઠ વાગ્યાનો સમય હતો, તે સમયે ટ્રાફિક હતો, રસ્તો બ્લોક હતો એટલે બીઆરટીએસ રુટમાં જતો રહ્યો હતો. મેં બપોરે દારૂ પીધો હતો. મારા છોકરાની બર્થડે પાર્ટીમાં દારૂ પીધો હતો. દારૂ ક્યાંથી લાવ્યો તે વિશે તેણે કહ્યું કે, દારુ મારી પાસે હતો. હુ દમણ ગયો હતો. ગાડી મારી છે.


