મકસુદ કારીગર,કઠલાલ
સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા સ્વયં સેવક અભિમુખતા કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. અમિતકુમાર પરમારની પ્રેરણાથી કરાયું હતું. પ્રસ્તુત કાયૅક્રમમાં કોલેજના ઉપાચાર્ય પ્રા. વૈશાલી મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને NSS અંગેની સમજ અપાઇ હતી. NSS પ્રોગ્રામ ઓફિસર અને સમાજશાસ્ત્ર વિભાગના પ્રા. પરેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને NSS અંગેની માહિતી આપી તે થકી રાષ્ટ્રની સેવામાં સમર્પિત થવા તેમજ રાષ્ટ્રનિર્માણની આ પ્રક્રિયામાં જોડાવવા પ્રોત્સાહન અપાયું હતું. પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સ્વયં સેવક તુષાર રાઠોડ દ્વારા NSS ના વાર્ષિક આયોજનનું વાંચન, ફરહાદ મન્સુરી દ્વારા NSS અંગેના વિભિન્ન પરિપ્રેક્ષ્ય તેમજ કૌશિક ડાભી દ્વારા સાત દિવસીય નિવાસી ગ્રામ શિબિરના અનુભવો વ્યક્ત કરાયા હતા. પ્રસ્તુત કાર્યક્રમમાં ટેકનિકલ સહકાર રાજન ડાભી તેમજ રાકેશ પરમાર દ્વારા અપાયો હતો. કાર્યક્રમને અંતે પલક વાળા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ભાર્ગવ પંચાલ અને મેહુલ મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતુ.


