જૂનાગઢ શહેરના કડિયાવાડમાં એક મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી કરવામાં આવી રહી છે.
આ રાહત બચાવની કામગીરીમાં ૨ એનડીઆરએફ ૧ એસ.ટી.આર.એફ. ની ટીમ તથા પોલીસ સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યું છે. ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના, આરએન્ડબી, પીજીવીસીએલના અધિકારી- કર્મચારી જરૂરી સહયોગ આપી રહ્યા છે.
ઉપરાંત આ રાહત બચાવની કામગીરીમાં જેસીબી, ક્રેન સહિતના સાધનો દ્વારા કરવામાં આવી રહી છે.
ઘટના સ્થળે જરૂરી સારવારના ઉપકરણો સાથે ડોક્ટરની ટીમ એમ્બ્યુલન્સ પણ હાજર રાખવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી રીનાબેન ચૌધરી સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા .


