Gujarat

પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓની વાવાઝોડાની પરિસ્થિતિ પર દેખરેખ  

સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ મોડી રાતે  કલેકટર કચેરી ખાતે સમાચાર માધ્યમોના માધ્યમથી વાવાઝોડા અંગેની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. તેમની સાથે પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીએ પણ સમાચાર માધ્યમો નિહાળી વાવાઝોડાની પરિસ્થિતિ નજર રાખી રહ્યા હતા.

    આ દરમિયાન મંત્રીશ્રીએ માછીમાર સમુદાયના એક આગેવાન સાથે ટેલીફોનિક સંપર્ક દ્વારા માંગરોળમાં વાવાઝોડાની સ્થિતિથી પણ વાકેફ થયા હતા. આ વાતચીતમાં મંત્રીશ્રીએ જરૂરી પ્રશાસનિક મદદ વિશે પણ ચર્ચા કરી હતી. આમ, મંત્રીશ્રી અને ઉચ્ચ અધિકારીઓ જરૂરી સંપર્ક સાથે વાવાઝોડાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

mantrishri-samachar-madhymo-par-najar-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *