Gujarat

ડો.શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિ નિમિત્તે  સાંસદ ગીતાબેન રાઠવા ની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુર ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા એ હાજરી આપી, સર્વે જાગૃત રક્તદાતાઓને તેમની આ અતુલનીય સેવા બદલ અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો
આજરોજ ડો.શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ. નું આયોજન છોટાઉદેપુર ખાતે કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદો માટે રક્તદાન કરીએ  માનવસેવા અર્થે તત્પર રહીએ તેવા સ્લોગન સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
નર સેવા એજ નારાયણ સેવા”ના મંત્રને સાર્થક કરવાની નેમ સાથે છોટાઉદેપુર ખાતે આયોજિત “બ્લડ ડોનેશન કેમ્પ” કાર્યક્રમમાં હાજરી આપી, સર્વે જાગૃત રક્તદાતાઓને તેમની આ અતુલનીય સેવા બદલ અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો
આ પ્રસંગે જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી ઉપેન્દ્રભાઈ, જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષશ્રી સજજનબેન, જિલ્લા મહામંત્રીશ્રીઓ તેમજ મહિલા મોરચા અને યુવા મોરચાના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

FB_IMG_1687516620216.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *