સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આવેલ રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં આજરોજ સોમવારે ભક્તજનોની ભીડ ઉમટી. મંદિરને સોળે શણગારે સજાવેલા જોવા મળે છે. આમ પણ શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની ભક્તિ અને આરાધના કરવાનો મહિનો. ભક્તજનો ખૂબ ભાવ અને શ્રધ્ધા સાથે શિવજીને પૂજન, અર્ચન અને અભિષેક કરતાં જોવા મળે છે.
સાવરકુંડલા શહેરમાં પણ શહેરના શિવમંદિરોમાં આજે સવારથી જ ભક્તજનોની ભીડ જોવા મળી રહી છે. આમ પવિત્ર શ્રાવણ માસ અને સોમવાર એટલે શિવજીના મંદિરોમાં ધૂન ભજન કિર્તન અને ભવ્ય આરતીના દર્શન. આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારનાં તમામ ભક્તજનોને જય ભોળાનાથ..


