ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર કેશોદ ખાતે શ્રી કાલિદાસ બાપુ ના નકલંગ આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી અનુસૂચિત જાતિ મોરચા જૂનાગઢ જિલ્લા દ્વારા કરવામાં આવી, જેમાં કેશોદના પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા, જૂનાગઢ જિલ્લા ભાજપ અનુજાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ મકવાણા તેમજ કેશોદ નગરપાલિકાના સદસ્ય શ્રી ધનજીભાઈ ચાવડા તથા મોરચા ના ઉપાધ્યક્ષ પરબતભાઈ મેવાડા,મોરચા ના મનોજભાઈ મકવાણા કોષાધ્યક્ષ તેમજ અનુ. જાતી, મંત્રી શ્રી ગોવિંદભાઈ પરમાર મોરચાના પદાધિકારીઓ એ હાજરી આપી, સાથે આશ્રમની અંદર વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો… રિપોર્ટર વિમલ રાય કુંડલીયા


