ગાંધીનગર,
ગુજરાતમાં તા.૫ સપ્ટેમ્બર ‘શિક્ષક દિવસ’ નિમિતે ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ‘ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ વિતરણ સમારોહ યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે, મંગળવાર સવારે ૧૧.૦૦ કલાકે યોજાનાર આ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણ મંત્રી શ્રી ડૉ.કુબેરભાઇ ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરિયા સહિત શિક્ષણવિદો, શિક્ષકો ઉપસ્થિત રહેશે તેમ, શિક્ષણ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.