*સ્વ. બિજલભાઈ પેથાભાઈ મકવાણાની 27 મી પુણ્યતિથી નિમિત્તે મકવાણા પરીવાર દ્વારા જુપ્પડ પટ્ટીમાં વસવાટ કરતા બાળકોને ને નાસ્તા નું વિતરણ કરવા આવ્યું હતું*
સમ્યક સંકલ્પ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પીપળી ગામના વતની સ્વ. બિજલભાઈ પેથાભાઈ મકવાણા ની 27મી પુણ્યતિથી નિમિત્તે મકવાણા પરીવાર દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જુપ્પડ પટ્ટીમાં વસવાટ કરતા બાળકોને ને નાસ્તા નું વિતરણ કરવા આવ્યું હતું. સ્વ. બિજલભાઈ પેથાભાઈ મકવાણા લાલપુર તાલુકાના પુર્વ ચેરમેન રહી ચૂકેલા છે. તેવોએ પોતાના જીવનકાળ દરમિયાન ખુબજ સેવાના કર્યો કર્યા છે. આ કાર્ય ટ્રસ્ટ ના માધ્યમે સ્વ. બિજલભાઈ પેથાભાઈ મકવાણાના સુપુત્ર શ્રી વેલજીભાઈ બિજલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે ટ્રસ્ટ ના પ્રમુખ જયદીપભાઈ મકવાણા તેમજ દક્ષાબેન મકવાણા, નીરૂબેન મકવાણા ને ઉદયભાઈ મોખરા હજાર રહી સેવાનું કાર્ય કર્યું હતું.
લી.
સમ્યક સંકલ્પ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ.


