ઊના શહેરમાં આવેલ આનંદગઢ ગુરૂકુળ દ્રારા દિવ્ય રથયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે
આજે અષાઢી બિજના પવિત્ર દિવસ નિમીતે રથયાત્રા આનંદગઢ થી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઇ વિવિધ વિસ્તાર,
સોસાયટીઓ માંથી નગરયાત્રા ધાર્મિક ગીતો સાથે ડિજેના તાલે ધામધુમથી શોભાયાત્રા નિકળી હતી. જેમાં ઉના શહેરના નગર સેવકો,
આગેવાનો વડીલો, રાજકોટથી પધારેલા સ્વામીગુરૂકુલના સ્વામીઓ તેમજ નગરનિગમના ભક્તો, કાર્યકરો, સેવકો જોડાયા હતા. આ
યાત્રામાં જીલ્લાની તમામ પોલીસ અધિકારીઓ, તમામ બ્રાન્ચ તેમજ કર્મચારી સહીત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ બંધોબસ્ત સાથે
શહેરમાંથી પસાર થતા સૈકોઇ એ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે ધારાસભ્ય કે સી રાઠોડના પ્રતિનીધી તેમજ
નગર સેવક વિજયભાઇ રાઠોડે રથયાત્રાનું સ્વાગત કરી ભગવાનને ફુલહાર પહેરાવી ધન્યતા અનુભવી હતી.
ઉના શહેરમાં જગન્નાથની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નિકળી હતી. આ જેમાં આનંદગઢના સ્વામીએ જણાવેલ હતુ કે દર વર્ષે
એકવાર ભગવાન જગન્નાથની અષાઢી બીજના દિવસે નિકળે છે. જગતનનાથ એવા સ્વયંમ જગન્નાથ ભગવાન શ્રીક્રૃષ્ણચંન્દ્ર
પરમાત્મા બહેન સુભદ્રા અને બલરામજીની સાથે જતાં હોય ત્યારે ચારધામો માનો આ એક ધામ જગન્નાથપુરી એના વિશે દિવ્ય અને
દિવ્યતાથી લાખો કરોડો લોકો ભગવાનની આ નગર યાત્રામાં જોડાયા હતા. આ નગરયાત્રામાં દ્રારા અનેક પ્રકારે જીવો ભગવાનના
યોગમાં આવે આ નગરયાત્રામાં સનાતન ધર્મના દિવ્યધવ્જ પ્રસરે છે. ત્યારે આ ભારતીય સંસ્કૃતીને અંતરથી મજબુત કરવા માટે આવા
ઉત્સવોને સમયોનો બહુ મહીમા હોય છે. જે વ્યક્તિઓના જીવનમાં આનંદ, ઉત્સાહ અને ઉમંગ ક્યાંક વિશેષ પામે તેને ઉત્સવ
કહેવાય, આવા ઉત્સવોમાં આજે ભારતવર્ષમાં એકેએક ખુણે રહેલા હજારો લોકોના હૈયા આનંદ અને ઉત્સાહથી થનગની રહ્યા હોય
ત્યારે સૈકોઇ અનુભુતી થાય છે. આ નગરયાત્રામાં જોડાયેલા લોકોના ભગવાનના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


