Gujarat

છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની એક તરફ સરકારી કાર્યક્રમ યોજવામા આવ્યો તો બીજી બાજુ સમગ્ર આદિવાસી સમાજના લોકોએ મણિપુરની ઘરનાંને લઈ મોટી સંખ્યામા લોકો એ નગરમા ફરી શોક વ્યક્ત કર્યો

યુનો દ્વારા જાહેર કરવામાં આવેલ 9 ઓગસ્ટ ને આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો છે દર વર્ષે આદિવાસી સમાજ દ્વારા આદિવાસી પરંપરા મુજબ નાચગાન અને ઢોલ નગરા સાથે આદિવાસી વિશ્વ દિનની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા મણિપુરમાં બનેલ ધટનાને ધ્યાને લઈ છોટાઉદેપુર નગરમા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું. સાથો સાથ તમામ આદિવાસી સમાજના લોકો જે સરકારી કાર્યક્રમ યોજવામા આવ્યો છે તેમાં ના જવા માટેનું આહવાન કરવામા આવ્યું હતું. સરકારી કાર્યક્રમ મા આવેલા ઋષિકેશ પટેલે જણાવ્યું કે સરકાર આદિવાસી સમાજ ની ચિંતા કરી છે .અને વિકાસ ના પંથે જઈ રહ્યો છે. કેટલાક લોકો રાજનીતિ ભોળા આદિવાસી સમાજને ગેર માર્ગે દોરવા નો પ્રયાસ કરી રહ્યા છે. એ લોકો મતો નું રાજકારણ કરી રહ્યા છે
તો બીજી બાજુ આદિવાસી સમાજ ના લોકો ભાજપ કાર્યલય પાસે મોટી સંખ્યામાં લોકો સભામા ભેગા થયા જ્યાથી સમાજ એક થાય અને સમાજના લોકોના હક માટે શું કરવું જોઈએ તેની જાણકારી આદીવાસી અગ્રણીઓએ જણાવ્યું હતું. જેમાં ખાસ જે મુદ્દો હતો તે મણિપુરની ધટનાનો હતો હાલ મા જે આદિવાસી સમાજના લોકો પર જે અત્યાચાર કરવા માં આવી રહ્યો છે જેનું સખત વિરોધ દર્શાવ્યો.આદિવાસી સમાજની એક મહિલા સ્ટેજ પર થી આદિવાસી પરંપરા મુજબ હાથમા પાર્યું રાખી હવે આદિવાસી સમાજની બહેનો કોઈપણ જાત ની અત્યાચાર નહિ સહેન કરે તેવુ આહવાન કરવા માં આવ્યું
મોટી સંખ્યામાં આવેલા લોકોમાં વાતની નારાજગી એ જોવાઇ કે જેમાં ભાજપ ના કોઈ કાર્યકર હાજર ના રહેતા તેમને ધાકની લઈ ને ડૂબી મરવું જોઈએ
ભાજપના લોકો આદિવાસી લોકોમાં ભાગલા પડવવાનું કામ કરી રહ્યા હોવાનું આદિવાસી અગણીઓએ જનવતા ભારે રોષ વ્યક્ત કર્યો હતો
છોટાઉદેપુર જિલ્લા માં પહેલી વાર છોટાઉદેપુર તાલુકામા આદિવાસી સમાજના લોકોએ મૌન રેલી કાઢી મણિપુરના ધટનાને વખોડી કાઢી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230809-145330.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *