ભરૂચ
આજકાલ નેતાઓના કામ કરતા તેમના લફરા ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી આવા કિસ્સાઓ લોકોમા ચર્ચા જગાવી રહ્યાં છે. ભરૂચમાં હજી થોડા દિવસ પહેલા જ એક મહિલા નેતાનું અડધી ઉંમરના યુવક સાથેનુ ઈલુ ઈલુ ચર્ચામાં આવ્યુ હતું. ત્યારે ભરૂચમાં લવ લફરાનો બીજાે કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ ભાજપ સંગઠનમાં વધુ એક લવ સ્ટોરી લોકોમાં ટોકિંગ પોઈન્ટ બની છે. ભાજપના નેતાની પ્રેમિકાને નેતાની પત્ની અને દીકરાએ જાહેરમાં ફટકારી હતી. ભરૂચ ભાજપના એક રંગીન મિજાજી નેતા એક રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતી યુવતીના સંપર્કમાં આવ્યા હતા. રાજકીય મીટિંગના બહાને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંને વચ્ચે મુલાકાતો વધતી ગઈ અને વાત ઈલુ ઈલુ સુધી પહોંચી હતી. ત્યારે આખરે રંગીન મિજાજી નેતાના ઘર સુધી આ વાત પહોંચી હતી. પત્નીને આ વાતની શંકા જતા, તેણે દીકરાના પ્રેમના કથિત પ્રેમ પ્રકરણની જાણ કરી હતી.બીજી તરફ, દીકરાએ માતા સાથે મળીને પિતા માટે જ છટકુ ગોઠવ્યુ હતું. વહેલી સવારે જ્યારે પ્રેમિકાનો પતિ અંકલેશ્વરની કંપનીમાં નોકરીએ જવાના સમયે માતા અને દીકરો મહિલાના ઘરે પહોંચી ગયા હતા. બીજી તરફ, પરિવારના લોકોએ નેતાને ઘરના એક રૂમમાં પૂરી દીધા હતા. માતા અને દીકરાએ મહિલાના ઘરે તેની પતિની હાજરીમાં ઉધમ મચાવ્યો હતો. તેઓએ જાહેરમાં મહિલાને માર માર્યો હતો. તો આખી વાતનો સોસાયટીમાં તમાશો થઈ ગયો હતો. લોકોએ પણ આ વાતનું મફતનુ મનોરંજન માણ્યુ હતું. તો કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. લગભગ ૩૦ થી ૪૦ મિનીટ સુધી આ ખેલ ચાલ્યો હતો. આ વાત સમગ્ર ભરૂચમાં ચર્ચાના ચગડોળે ચઢી છે. ભાજપ ભરૂચ જિલ્લાના હોદ્દેદારોના વ્યભિચારની ચર્ચા થઈ રહી છે. નેતાઓના લવલફરા બહાર આવી રહ્યાં છે.