Gujarat

છોટાઉદેપુરથી પાનવડ જતા રસ્તામાં બસ રોડ ઉપરથી નીચે ઉતરી પડતી કોઈ જાનહાની ન થતા હાશકરો          

છોટાઉદેપુર નગરથી નિકળી પાનવડ તરફ જતા રોડ ઉપર આવેલ સિંગલા ઘાટી આવતા પહેલા વળાંક ઉપર ગોધરા ડિવિઝનના હાલોલ ડેપોની બસ નંબર જી જે 18 ઝેડ 5184નંબરની બસ હાલોલથી છોટાઉદેપુર થઈ કવાંટ જતી હતી. જ્યાં દ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા સાઈડ રોડ ઉપર ઉતરી ગઈ ગઈ હતી. અને બસમાં બેઠેલા 10 થી 12 મુસાફરો સવાર હતા. તથા દ્રાઈવર તથા કાંડક્ટરને સદ્ નસીબે કોઈ જાનહાનિ પોહચી ન હતી. જેથી સૌએ હાશકારો અનુભવ્યો હતો.

            પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર એસટી ડેપો થી નીકળી હાલોલથી કવાંટ જતી એસ ટી બસ ને છોટાઉદેપુર અને પાનવડ વચ્ચે સાધારણ અકસ્માત નડ્યો હતો. અને મુસાફરો અટવાઈ ગયા હતા. છોટાઉદેપુર થી પાનવડ તરફ જતા વળાંક ઉપર વાછરડું આવી જતા અચાનક દ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને બસ રોડની નીચે ઉતરી ગઇ હતી. જે અંગે બસમાં સવાર 12 કેટલા મુસાફરો અટવાઈ ગયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230620-WA0108.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *