બાબરા ના ગળકોટડી ગામે થી ફરી એકવાર ભાજપ નો કાર્યકર મુળશંકર તેરૈયા નશીલી સીરફ સાથે ઝડપાયો
બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગળકોટડી ગામ પાસેથી બાબરા નગરપાસેવીકા નો પતિ ફરી એકવાર નશીલીદવાઓની બોટલ
નં.૧૦૪૦ કિ.રૂ.૧,૫૬૦૦૦/- નો જથ્થો સાથે બાબરા પોલીસ દ્રારા ઝડપી પાડયો છે
ભાવગનર રેન્જ આઇ.જી.પી શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા નશાયુક્ત પ્રવાહિનું ગેરકાયદેસરનુ વેચાણ કરતા ઇસમો ઉપર કાર્યવાહિ કરવા સુચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હિમકરસિંહ સાહેબ નાનોએ અમરેલી જીલ્લામાં કફ સિરપ અન્ય આયુર્વેદિક દવાઓના નામે આલ્કોહોલિક દવાઓનુ ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિશન વગર પોતાના આર્થિક ફાયદા સારૂ ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાર્યવાહિ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ * સ્ટેશનના I/C પોલીસ ઇન્સપેક્ટર આર.એચ.રતનનાઓની સુચના માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ સ્ટેશનના જામબરવાળા આ.પી.ના હેડ કોન્સ. ભરતભાઇ પ્રવિણભાઇ ડોડીયા તથા પો.કોન્સ બ્રિજરાજભાઇ કનુભાઇ વાળા આપો. વિસ્તારમા પેટ્રોલીંગમાં હોય અને ગળકોટડી ગામે બસસ્ટેન્ડ પાસે રોડ ઉપર એક હ્યુન્ડાઇ કંપની એસેન્ટ ફોરવ્હિલ ગાડી નં. GJ 16 K 3839 માંથી તથા શકદારના રહેણાંક મકાનેથી Ayurvedic proprietary medicine GEREGEM ASV-ARISHTHA Curtains self generated alcohol not more than 11% w લખેલ ૪૦૦ મી.લી.ની કુલ બોટલ નંગ ૧૦૪ કિં.રૂ.૧,૫૬,૦૦૦/ નો મુદ્દામાલ કોઇ સક્ષમ અધિકારીની પાસ પરમીટ વગર હેરફેર કરતા મળી આવતા નશાયુક્ત બોટલો માથી એફ.એસ.એલ તથા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસણી અર્થે સેમ્પલ તરીકે લઇ તમામ બોટલો શકપડતી મીલકત તરીકે કબ્જે લઇ તેમજ હ્યુન્ડાઇ કંપની એસેન્ટ ફોરવ્હિલ ગાડી નં. GJ 16 × 3839 ના ચાલક પાસેથી આર.ટી.ઓ લગત કોઇ કાગળો મળી આવેલ ન હોય જેથી વાહન ડીટેઇન કરી પકડાયેલ ગયેલ ઇસમ વિરૂધ્ધ આગળની કાર્યવાહિ હાથ ધરવામા આવેલ છે. પકડાયેલ ઇસમ
(૧) મુળશંકરભાઇ મણીશંકરભાઇ તેરૈયા ઉ.વ.૪૫ રહે. મોટા બસ સ્ટેશન પાસે દર્શન પાન વાળો રે સ્વામીનારાયણ સોસાયટી જી.અમરેલી
પકડાયેલ મુદ્દામાલની વિગત
Ayurvedic proprietary medicine GEREGEM ASV-ARISHTHA Contains self generated alcohol it more tari 11%
w લખેલ ૪૦૦ મી.લી.ની કુલ બોટલ નંગ-૧૦૪૦/- કિ.રૂ.૧,૫૬,૦૦૦/-
ઉપરોક્ત કામગીરી બાબા પૉલીસ સ્ટેશનના I/C પો.ઇન્સ શ્રી આર.એચ.રતન ગઢવી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જામબરવાળા આ.પો.ના હેડ કૉન્સ ભરતભાઇ પ્રવિણભાઈ તથા પો.કોન્સ. બ્રિજરાજભાઇ કનુભાઈ દ્વારા કરવામા આવેલ છે.
ઉપરાંત આ આરોપી અગાવ રૂપિયા 60 લાખ થી વધુ નશીલાં પદાર્થ સીરપ ની બોટલ સાથે ઝડપાયેલો હોય ફરીથી આ ભાજપ નો કાર્યકર મુળશંકર તેરૈયા પકડાયો છે વધુ તપાસ હાથ ધરવામાં આવે તો અમુક લુખ્ખા તત્વો ના નામ બહાર આવે તેવી લોક ચર્ચાઓ થઈ રહી છે
રિપોર્ટ દીપક કનૈયા બાબરા

