Gujarat

એક મહિનાના બાળકને માતાએ સ્તનપાન કરાવ્યા બાદ મોત

સુરત
ડાયમંડ નગરી સુરતના પાંડેસરામાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક મહિનાના બાળકને માતાએ સ્તનપાન કરાવ્યા બાદ મોત થયું છે. માતાએ રાત્રે ત્રણ વાગે બાળકને સ્તનપાન કરાવ્યું હતું, જે બાદ સવારે છ વાગે સ્તનપાન માટે ઉઠાડતાં જાગ્યો નહોતો. બાળકનું શરીર ઠંડુ પડી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબીઓ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.બાળકના પિતા મશીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને બે સંતાનો હતો. જેમાં એક દીકરી અને દીકરો હતો. દીકરીનું નામ કાવ્યા અને દીકરાનું નામ દિવ્યાંશ હતું. પરિવારના એકના એક પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. માતા અને પરિવાર પણ ખૂબ જ ખુશ હતાં. માતા તમામ પ્રકારે દીકરાની સારસંભાળ રાખતી હતી.માતાએ દિવ્યાંશને રાત્રે સ્તનપાન કરી સુવડાવ્યો હતો. ત્યાર બાદ બાળકને સવારે ૩ વાગ્યે સ્તનપાન કરાવ્યું હતું. જાેકે સવારે ૬ વાગ્યે દૂધ પિવડાવવા માતાએ ઉઠાડવાની કોશિશ કરી પણ તે ઊઠ્‌યો નહિ, જેથી તેણે પતિને જાણ કરી હતી. પિતાએ પણ પુત્રને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે કોઈ હલન-ચલન કરતો નહોતો, જેથી પરિવારે તેને હોસ્પિટલ લઈ જવા તૈયારી કરી હતી.આ દુર્ઘટના અંગે પિતાએ જણાવ્યું હતું કે પુત્રનું શરીર ઠંડું પડી જતાં સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા હતા.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *