અમદાવાદમાં ચાલી રહેલી ેં૨૦ સમીટના ચર્ચા સત્રોના ચાર વિષયો પૈકી એક “મહિલાઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં જાેડવા”નો છે. આ હેતુને ચરિતાર્થ કરતો પ્રશંસનીય પ્રયાસ અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે એ કર્યો છે. જાહેર વહીવટનો બહોળો અનુભવ ધરાવતા શ્રી મેહુલ દવે સમયાંતરે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા વિકાસ કાર્યોની સમીક્ષા કરતા રહે છે.
આ જ શૃંખલામાં તેઓ સાણંદ તાલુકાના ચેખલા ગામે પહોંચ્યા હતાં. જ્યાં ગામમાં ઉપલબ્ધ વિવિધ સરકારી સુવિધાઓ તેમજ નિર્માણ કાર્યોની સમીક્ષા કરી તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. તેઓ દ્વારા ચેખલાના ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના પ્રશ્નો પણ સાંભળ્યા હતા.
આ ઉપરાંત તેમણે પોતાની આ મુલાકાતમાં સખી મંડળની બહેનો સાથે પણ પરામર્શ કર્યો. ચેખલા ગામમાં ચાલતા સખીમંડળના માધ્યમથી મહિલાઓ ઉનની હાથવણાટની વિવિધ વસ્તુઓ બનાવે છે. આ પ્રવૃત્તિને કારણે મહિલાઓ આર્થિક ઉપાર્જન તો કરી જ રહી છે. સાથોસાથ પરંતુ આત્મવિશ્વાસમાં વધારો થવાની સાથે તેમને પગભર પણ બનાવે છે. તેઓ દ્વારા સખીમંડળની બહેનો સાથે આર્થિક પ્રવૃતિ બાબતે ચર્ચા કરી એટલું જ નહીં બહેનો દ્વારા હાથવણાટથી બનાવાયેલા ઊનના રૂમાલની ખરીદી કરી અને બહેનોને વધુ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે પ્રેરીત કર્યા. ચેખલા ગામના નાગરિકો પણ જિલ્લા વિકાસ અધિકારીના પ્રોત્સાહક અભિગમની પ્રશંસા કરતા જાેવા મળ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે ચેખલા ગામે કુલ ૪૮ સખી મંડળો કાર્યરત છે. જેમાં ૫૧૦થી વધુ મહિલાઓ જાેડાયેલા છે. આ મહિલાઓ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મળતા ધિરાણનો ઉપયોગ કરીને ચોખાના પાપડ, તોરણ, હાથ વણાટની વિવિધ વસ્તુઓ, કટલરી સ્ટોર સહિતની આર્થિક પ્રવૃત્તિઓ સાથે જાેડાઈ છે.
મેહુલ દવેની મુલાકાત વેળાએ સાણંદ તાલુકા વિકાસ અધિકારી સપના રાજપૂત, ચેખલાના સરપંચશ્રી સહિત વિવિધ વિભાગના પ્રતિનિધિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
