ગાંધીનગર
સ્પેસ સહિતના હાઈ ટેકનોલૉજી સેક્ટર્સમાં યુવાનો માટે તકો વધારવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરતાં ઐતિહાસિક એમઓયુ ગુજરાતમાં થયાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ર્ંહીઉીહ્વ ૈંહઙ્ઘૈટ્ઠ અને ગુજરાત સરકાર વચ્ચે સ્ર્ેં સંપન્ન. ર્ંહીઉીહ્વ ગુજરાતમાં રૂ.૧૦૦ કરોડથી વધુના રોકાણથી ભારતનું પ્રથમ પ્રાઈવેટ સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સેટઅપ કરશે – પ૦૦થી વધુ રોજગાર સર્જનના અવસર મળશે. સરકાર, વ્યાપાર, ગ્રાહકો, શાળાઓ વગેરેને રૈખ્તર-જॅીીઙ્ઘ, ર્ઙ્મુ-ઙ્મટ્ઠંીહષ્ઠઅ અને ટ્ઠકકર્ઙ્ઘિટ્ઠહ્વઙ્મી કનેક્ટિવિટી પૂરી પાડવાની દિશામાં ઐતિહાસિક કદમ. ભારતમાં સ્થાપિત થનાર બે પ્રાઈવેટ ‘સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટ’ પૈકીની એક સૌપ્રથમ ગુજરાતમાં મહેસાણાના જાેટાણા તાલુકામાં સ્થપાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતના યુવાનો અને ઉદ્યોગ સાહસિકોની સંભાવનાઓને સંપૂર્ણ રીતે અનલોક કરવા માટે, સ્પેસ સહિત તમામ હાઈ ટેકનોલૉજી સેક્ટર્સમાં ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો કરવાનું વિઝન આપ્યું છે. વડાપ્રધાનના આ વિઝનને સાકાર કરવાની દિશામાં આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લંડન સ્થિત ર્ંહીઉીહ્વ કંપની અને રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલૉજી વિભાગ વચ્ચે ‘સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટ’ સ્થાપવા અંગે સ્ર્ેં કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી સ્ર્ેં હસ્તાક્ષર કાર્યક્રમમાં વન વેબ ઇન્ડિયા કમ્યુનિકેશન પ્રા. લિ.ના ડિરેક્ટર શ્રી રાહુલ વેટ્સ અને રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલૉજી વિભાગના સચિવ શ્રી વિજય નેહરાએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. વન વેબ દ્વારા ભારતમાં સ્થાપિત થનાર બે પ્રાઈવેટ ‘સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટ’ પૈકી એક ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થપાશે. મહેસાણા જિલ્લાના જાેટાણા તાલુકામાં શરૂ થનાર આ સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટથી સરકાર, વ્યાપાર, ગ્રાહકો, શાળાઓ વગેરેને રૈખ્તર-જॅીીઙ્ઘ, ર્ઙ્મુ-ઙ્મટ્ઠંીહષ્ઠઅ અને ટ્ઠકકર્ઙ્ઘિટ્ઠહ્વઙ્મી કનેક્ટિવિટી મળી રહેશે. તેમજ દેશમાં પોસાય તેવા દરે સતત અને સુરક્ષિત સેટેલાઇટ ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન થશે. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત સમગ્ર ભારતના ગામડાઓ, જિલ્લા પંચાયતો સ્થાનિક વહીવટી સંસ્થાઓ, સરકારી વિભાગો વગેરેને પોસાય તે રીતે ઇન્ટરનેટ પૂરું પાડવા માટેનો આ એક પ્રતિષ્ઠિત અને અનોખો પ્રોજેક્ટ છે. તે અંતર્ગત વન વેબ દ્વારા ભારતમાં બે સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ્સ (જીદ્ગઁ) ગુજરાત અને તમિલનાડુ ખાતે ઊભા કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતના જાેટાણા તાલુકાના કટોસણ અને તેજપુરા ખાતે ઊભું થનાર આ સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ ૨૦૨૩માં શરૂ થશે, તેના ફેઝ-૧માં સંભવિત રૂ. ૧૦૦ કરોડથી વધુનું રોકાણ થશે. તેમજ રાજ્યમાં અંદાજે ૫૦૦ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરશે. સ્પેસ એક્સપ્લોરેશન અને સ્પેસ એનેબલ્ડ સર્વિસીસ ભવિષ્યમાં શહેરી અને પ્રાદેશિક વિસ્તારોનું વધુ સારું આયોજન, આપત્તિ વ્યવસ્થાપન, લોજિસ્ટિક્સ સર્વિસીસ, કુદરતી સંસાધનોનું મેપીંગ વગેરે ક્ષેત્રો તથા રાષ્ટ્રીય સુરક્ષા જેવા સ્ટ્રેટેજિક મહત્વના ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવશે. ઉલેલેખનીય છે કે, ર્ંહીઉીહ્વ લો અર્થ ઓરબિટ (ન્ઈર્ં) સેટેલાઈટ કંપની છે, જે ૬૪૮ જેટલા ઉપગ્રહો ધરાવે છે અને તેના દ્વારા ગ્લોબલ કમ્યુનિકેશન નેટવર્ક ઊભું કરવાનું લક્ષ્ય ધરાવે છે. વનવેબ વિષુવવૃત્તથી ૩૬,૦૦૦ કિમી ઉપર સ્થિત ભૂ-સ્થિર ઉપગ્રહોનો ઉપયોગ કરવાની પરંપરાગત પદ્ધતિને બદલે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન કરવા માટે ન્ઈર્ં ઉપગ્રહોનો ઉપયોગ કરે છે. આથી ૫૦૦-૭૦૦ દ્બજ ધરાવતી જીઓસિંક્રોનસ વિષુવવૃત્તીય ભ્રમણકક્ષા (ય્ઈર્ં) આધારિત નેટવર્કની સરખામણીમાં ૧૦૦ દ્બજ કરતાં ઓછી લેટન્સી ધરાવે છે અને સુરક્ષિત, સ્થિતિસ્થાપક અને મલ્ટિ-ડોમેન નેટવર્ક સેવા પૂરી પાડવા સક્ષમ છે. સુરક્ષિત ગણાતી આ ટેકનોલૉજી હાલ યુરોપ અને કેનેડામાં કાર્યરત છે. ભારતમાં ર્ંહીઉીહ્વ એ મોબાઇલ નેટવર્ક ઑપરેટર્સને અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને ર્ઝ્રજં-ીકકીષ્ઠંૈદૃી સ્ટ્ઠહહીમિાં ઉપગ્રહથી ર્ઝ્રહહીષ્ઠંૈદૃૈંઅ જીીદિૃૈષ્ઠી પૂરી પાડવા ઇચ્છે છે. મુખ્યમંત્રી સમક્ષ થયેલા આ સ્ર્ંેં સાઈનીંગ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, અધિક મુખ્યસચિવ પંકજ જાેષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ એસ. જે. હૈદર, સાયન્?સ ટેકનોલોજી સચિવ વિજય નેહરા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે અને ઉદ્યોગકારો જાેડાયાં હતાં.


