મહુધા નડિયાદી ભાગોળ કુંભારવાડા ખાતે રહેતા મજુરીકામ કરીને જીવન ગુજરાત ચલાવતા પુરુષ ને વિજ કરંટ લાગતા નીચે પડી જવાથી મોત થયું હતું. આ અંગે મહુધા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી.
પ્રાપ્ત વિગત અનુસાર યાકુબ હુસેન ગુલામનબી મલેક (ઉંમર,વર્ષ આશરે – 50) સવારે આઠ વાગ્યાના સુમારે નવા મકાનમાં મોટર ચાલુ કરીને પાણી છાંટતા હતા તે દરમિયાન એકાએક વિજ કરંટ લાગતા તેઓ નીચે પડી જતા માથાનાં ભાગે ગંભીર ઈજા થતા યાકુબ હુસેન નું સ્થળ પરજ મોત થયું હતું. આ ધટનાની જાણ મહુધા પોલીસને કરવામાં આવતા પોલીસ આવી પહોંચી અને લાશનો કબ્જો લઈ પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી આ અંગે મહુધા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી.
બોક્સ : તારીખ – 30/07/2023 ના રોજ સાંજના સમયે યાકુબ હુસેન તથા તેમની પત્ની અને બાળકો જમી પરવારી ને સુઈ ગયેલા અને બીજા દિવસે યાકુબ હુસેન નાઓની પત્નિ સવારે પોતાના ધરના કામ હતાં જ્યારે યાકુબ હુસેન નાઓ નવા મકાનમાં મોટર ચાલુ કરી પાણી છાંટતા હતા તે વખતે આશરે સવારના આઠ વાગ્યા દરમિયાન કરંટ લાગતા નીચે ચોકડીની પારી ઉપર પડી ગયા હતા અને તેઓને માથામાં પાછળના ભાગે ઈજા થયેલ અને લોહી નિકળેલ જેથી યાકુબ હુસેન નાઓની પત્નિએ બુમાબુમ કરતા ફળિયાના માણસો ભેગા થઈ ગયા હતા અને યાકુબ હુસેનને કરંટ લાગતા રિક્ષામાં બેસાડી મહુધા ખાતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટર દ્વારા તપાસ કરતા યાકુબ હુસેન નાઓનું મરણ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું.
