બોડેલી તાલુકાના જુના કદવાલીયાના 65 વર્ષના આધેડ પર તેમના જ ઘરના ઉડેલા પતરાં વાગ્યા અને નીપજ્યું મોત વાવાઝોડાને પગલે જિલ્લામાં એક વ્યક્તિનું મોત!
સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ પરિવારને દિલસોજી પાઠવી આપત્તિ કાળમાં ખડેપગે મદદરૂપ બનવા કાર્યકરો મોકલ્યા
બાંગાપુરાના ના આગેવાનોનો સતત વહીવટી તંત્રના સંપર્કમાં રહી શોકમગ્ન પરિવારને મદદરૂપ બનવા પ્રયાસ
બોડેલી તાલુકાના જુના કદવાલીયા ગામે બીપોરજોય વાવાઝોડાની અસરે 65 વર્ષના આઘેડનું તેમના મકાનના છાપરા ઉડતા તેનું પતરું વાગતા ગંભીર ઇજાઓને પગલે મોત નીપજયું હતું.તે સાથે જ વાવાઝોડાએ છોટાઉદેપુર જિલ્લામાં એક વ્યક્તિનો ભોગ લીધો હોવાની પહેલી ઘટના સામે આવી છે.
છોટાઉદેપુર જિલ્લામાં તારીખ 15 જૂનના રોજ જિલ્લા વહીવટી તંત્રએ તમામ શાળાઓ બંધ રાખવા અને તકેદારી રૂપે પગલાં લેવા ની સૂચનાઓ પણ આપી હતી. જોકે તારીખ 16 ના રોજ સમી સાંજે વાવાઝોડાને પગલે ફૂંકાયેલા ભારે પવનને કારણે બોડેલી તાલુકાના મોટા કદવાલિયા ગામે રહેતા કંચનભાઈ બારીયા (ઉ.વ.65) પોતાને ઘરે હાજર હતા તે સમયે અચાનક વાવાઝોડું આવ્યું હતું. ભારે પવન ફૂંકાતા તેમના ઘરના છાપરા ઉડી ગયા હતા. આ ઉડતા છાપરા નજીક જ તેઓ ઘર પાસે હાજર હતા ત્યારે છાપરાનું પતરું તેમને વાગતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓને બોડેલી એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે, ડોક્ટરે દવાખાને કંચનભાઈનો મૃતદેહ લવાયો હોવાનું જણાવી તેઓનું પ્રાણ પંખેરુ ઉડી ગયેલું હોવાનું જણાવ્યું હતું. કદવાલિયા ગામે આ ઘટનાને પગલે શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.
બનાવને પગલે સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીને જાણ થતાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તેઓએ તુરત જ સ્થાનિક વહીવટી તંત્રનો સંપર્ક કરી ઘટના અંગેની નોંધ લઇ મૃતકના પરિવારને સાંત્વના આપવા સ્થાનિક કાર્યકરો ને મોકલ્યા હતા. તે સાથે જ આપત્તિ કાળમાં પરિવારને મદદરૂપ બનવા સઘન પ્રયાસો હાથ ધર્યા હતા.
બોક્સ 1
ખૂબ જ આઘાતજનક ઘટના બની છે, ધારાસભ્યની સૂચના પ્રમાણે અમે મૃતકના પરિવારની સાથે જ છીએ!
– ,જિલ્લા પંચાયત સભ્ય મુ.બાંગાપુરા
તારીખ 16 જુન 2023 ના રોજ સાંજે અચાનક આવેલા વાવાઝોડાને પગલે જુના કદવાલિયા ગામના કંચનભાઈ બારીયાના ઘરનું છાપરું ઉડી ગયું હતું.છાપરાના પતરા કંચનભાઈને વાગતા તેઓ ગંભીર રીતે ઇજા પામ્યા હતા. વાવાઝોડાને પગલે તેઓનું કમ મોત નીપજ્યું છે. આ આકસ્મિક અને કુદરતી આપત્તિને લીધે સર્જાયેલી મોતની ઘટનાને લીધે ગઈકાલે સાંજે મોટા કદવાલીયાના એક પણ ઘરમાં ચૂલો સળગ્યો ન હતો. આખા ગામમાં શોકનો માહોલ છવાયો છે. બોડેલી પોલીસ પથકે અકસ્માત મોતની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. અમે ધારાસભ્ય અભેસિંહ તડવીની સૂચના મળતા વહીવટી તંત્ર સાથે સંકલન કરી તેમના પરિવારને મદદરૂપ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બોક્સ 2
અમે બોડેલી તાલુકા પંચાયતમાં જાનહાનિનો રિપોર્ટ કર્યો છે
– તલાટી કમ મંત્રી
બનાવને ધ્યાને લઈ વાવાઝોડાને લીધે કંચનભાઇ બારીયાના ઘરને ભારે નુકસાન થયું છે. વાવાઝોડાને લીધે જ કંચનભાઈ મોઘજીભાઈ બારીયાનું મોત થયું છે. જેનો અમે બોડેલી તાલુકા પંચાયતમાં રિપોર્ટ કર્યો છે.બોડેલી પોલીસ મથકે અકસ્માત મોતની ફરિયાદ કરાઇ છે. મરણ જનાર ના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર