Gujarat

આઈ.ટી.આઈ, બગસરા ખાતે ઓનલાઇન એડમીશન

સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (મહિલા) બગસરા ખાતે ઓગસ્ટ-૨૦૨૩ થી શરૂ થતાં નવા સત્રના પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી તારીખ ૨૫-૦૬-૨૦૨૩ સુધી ચાલુ છે. અત્રેની સંસ્થામાં ચાલતા રોજગાર અને સ્વરોજગારલક્ષી  વિવિધ ટ્રેડ કોપા(કોમ્પ્યુટર),વાયરમેન, વેલ્ડર, મિકેનિક ડીઝલ, સુઇંગ ટેક્નોલૉજી(સીવણ), કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર) વગેરેમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ધોરણ ૮ પાસ થી ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો આ https://itiadmission.gujarat.gov.in  વેબસાઇટ પર જઈને ભરી શકાશે તથા અત્રેની સંસ્થા ખાતે પણ હેલ્પ સેન્ટર પર જરૂરી ડોક્યુમેન્ટ(ધોરણ ૧૦ માર્કશીટ, એલ.સી., જાતિનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ વગેરે..) રજૂ કરવાથી ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે.

IMG-20230621-WA0175.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *