અમદાવાદ
આપણે ભલે ગુજરાતી હોવાનું ગર્વ લઈએ, પરંતું હકીકત તો એ છે કે ગુજરાતીઓને ગુજરાતી ભાષામાં ભણવામાં રસ નથી. સરકારે ગુજરાતી ભાષામાં એન્જીનિયરીંગ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. પરંતું જમીની હકીકત એવી છે કે, ગુજરાતી ભાષામાં એન્જીનીયરીંગ માટે માત્ર એક જ વિદ્યાર્થીએ રસ દાખવ્યો છે. ય્ેં હસ્તક આવેલી જીપેરી કોલેજમાં માત્ર એક વિદ્યાર્થીએ ગુજરાતીમાં એન્જીનીયરીંગ કરવા રસ દાખવ્યો. ય્ેં દ્વારા એન્જીનીયરીંગનો અભ્યાસ ગુજરાતીમાં થઈ શકે એ હેતુથી અભ્યાસક્રમ ગુજરાતીમાં તૈયાર કરાયો હતો. મહેસાણામાં આવેલી જીપેરી ખાતે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કમ્પ્યુટર વિષયમાં એન્જીનીયરીંગ ગુજરાતી ભાષામાં થઈ શકે એ માટે અભ્યાસક્રમ શરૂ થયો હતો. પરંતુ હાલના તબક્કે ગુજરાતીમાં મિકેનિકલ એન્જીનીયરીંગ કરવા માત્ર ૧ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે. જીપેરીમાં જુદી જુદી ચાર ફેકલ્ટીમાં ૬૦ – ૬૦ એમ કુલ ૨૪૦ બેઠકો ઉપલબ્ધ કરાવાઈ છે. આ વિશે જીટીયુના રજિસ્ટ્રાર કેએન ખૈરે જણાવ્યું કે, એન્જીનીયરીંગનો ગુજરાતીમાં અભ્યાસક્રમ તૈયાર કરવા એક્સપર્ટ કમિટી રચવાથી માંડી ટ્રાન્સલેશન તેમજ પ્રિન્ટિંગ સહિત લાખો રૂપિયાનો ખર્ચ કરાયો છે. ય્ેં ની કોલેજના આચાર્ય તેમજ અધ્યાપકો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કરાયેલા સેમિનારનું પરિણામ શૂન્ય મળ્યું છે.


