Gujarat

જામનગરમાં ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરાયું

પુરુષ, મહિલા અને બાળકો સહિત ૪૭ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો

જામનગર શહેરમાં ગણેશચતુર્થી નિમિત્તે છેલ્લા ૧૩ વર્ષથી યોજાતી પરંપરા આજે સતત ૧૪માં વર્ષે પણ બ્રહ્મ સોશિયલ ગ્રુપે જાળવી રાખવામાં આવી હતી અને ગણેશ ચતુર્થી નિમિત્તે યોજાયેલ ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધામાં આજે પુરુષમાં ભાણવડ મુકામે રહેતા એક વ્યક્તિએ ૧૪ લાડુ ખાઈ અને મહિલામાં જામનગરમાં રહેતા એક મહિલાએ ૧૦ લાડુ ખાઈ આ સ્પર્ધાના વિજેતા બન્યા હતા. ગણેશજીને અતિ પ્રિય એવા લાડુ એટલે કે મોદક અને આ મોદકની એક અનોખી સ્પર્ધા દર વર્ષે એક વખત ગણેશ ચતુર્થી નિમિત્તે જામનગર ખાતે યોજાય છે. આજે પણ જામનગરના બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા શહેરમાં ખંભાળિયા નાકા પાસે આવેલ શ્રી વિશા ઓશવાળની વાડી ખાતે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સ્પર્ધામાં ત્રણ વિભાગમાં પુરુષ, મહિલા અને બાળકો સહિત ૪૭ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ અનોખી મોદક સ્પર્ધામાં ભાગ લેનાર તમામે ૧૦ ગ્રામ અસલી ઘી અને સુકા મેવા સાથેના ભરપૂર આ લાડુ સાથે દાળ પીરસવામાં આવે છે અને સ્પર્ધકોને આપવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તમામ લોકો ભાગ લઈ શકે છે અને વિનામૂલ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જામનગર સહિત આસપાસના જિલ્લાઓ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આ સ્પર્ધામાં સ્પર્ધકો ઉમટી પડે છે. ખાસ જ્યારે ભગવાન ગણેશને મોદક એટલે કે લાડુ પસંદ હોય ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે જ વિશેષ આ સ્પર્ધા નું આયોજન કરાય છે.

ગણેશ ચતુર્થી નિમિત્તે આજે જામનગર બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાયેલ મોદક આરોગવાની સ્પર્ધામાં ૪૭ લોકોએ ભાગ લીધો, પ્રથમ નંબર ભાઈઓમાં ભાણવડ તાલુકાના ફતેપુર ગામના રમેશભાઈ જાેટંગીયા ૧૪ લાડુ, અને બહેનોમાં પદ્મિનીબેન ગજેરા ૧૦ લાડુ અને બાળકોમાં મંથન ચુડાસમા ચાર લાડુ આરોગી વિજેતા જાહેર થયા. સતત ૧૪ વર્ષથી ચાલી રહેલી આ સ્પર્ધામાં ૨૦૦૯ ની સાલમાં કનકભાઈ ઓઝાએ ૨૧ લાડુ આરોગીને સ્પર્ધાના વિજેતા થયા હતા અને લાડુ આરોગવાની આ સ્પર્ધાનો અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ રેકોર્ડ છે. જ્યારે લોકો ખાસ આ સ્પર્ધાને જાેવા માટે પણ ઉમટી પડે છે. જ્યારે આ સ્પર્ધાને સફળ બનાવવા માટે બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રોજેક્ટ ચેરમેન આનંદભાઈ દવે અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *