Gujarat

બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી ખાતે અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ

આજરોજ મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી જોડીયા ખાતે અતિ અને મધ્યમ કુપોષિત બાળકો ના કેમ્પનું આયોજન કરેલ કાર્યક્રમમાં જોડીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી માધુરીબેન તથા કારોબારી અધ્યક્ષ શ્રી વલ્લભભાઇ ગોઠી તથા ગિરધરલાલ ગઢીયા ઉપસ્થિત રહેલ. ઉપરાંત તાલુકાના અલગ અલગ ગામમાથી આવેલ આંગણવાડી કાર્યકર બહેનો તથા બાળકોના વાલીઓ ઉપસ્થિત રહિ કાર્યક્રમમા સહકાર આપેલ. આ કેમ્પમાં જોડીયા તાલુકામાં આવતા અતિ અને મધ્યમ કુપોષિત બાળકોનું આરોગ્ય વિભાગના RBSK ડો.સેજલબેન તથા જ્યોત્સનાબેન દ્વારા  સ્ક્રીનિંગ કરવામાં આવેલ અને આયુર્વેદિક વિભાગના ડો.એચ.એમ.જેતપરિયા, ડો.આનંદકુમાર ડી. જયસવાલ, ડો.નિતેશ બાબરીયા, એફ.એસ.વસાવા સાહેબના સહકારથી  બાળકોને  બાળરાસાયણ જેવી ઔષધીઓ આપવામાં આવેલ આ કાર્યક્રમને બહોળો લોક પ્રતિસાદ મળેલ આ કાર્યક્રમ પ્રોગ્રામ ઓફિસરશ્રી બિનલબેન સુથારના માર્ગદર્શન હેઠળ જોડીયા બાળ વિકાસ યોજના અધિકારી શ્રી વિજયાબેન ગોહિલની દેખરેખમાં કરવામાં આવેલ તથા કાર્યક્રમને સફળ બનાવવા સેજાના મુખ્ય સેવિકા શ્રી જ્યોત્સનાબેન ગુસાઈ,જીતેશભાઈ વરિયા,હેતલબેન ચનિયારા,અમીનભાઈ ઓડીયા, હિનાબેન એ ભારે જહમત ઉઠાવી હતી………………………………..
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા………

IMG-20230710-WA0420.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *