જામનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા/ આઈ.ટી.આઈ. દ્વારા આગામી તા.14 ઓગસ્ટના રોજ સવારે
10:30 કલાકે ચોથો માળ, સેમિનાર હોલ, આઈ.ટી.આઈ. કેમ્પસ, સુમેર ક્લબ રોડ, જામનગર ખાતે એપ્રેન્ટિસ/ રોજગાર ભરતી
મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એપ્રેન્ટિસ/ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત
રહેશે. તેમજ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો- ડેટા, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક
લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે ઉક્ત જણાવેલા સ્થળ પર હાજર રહેવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના
આચાર્યશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
