Gujarat

સાવરકુંડલા શહેરમાં ટાઉન પોલીસ સ્ટેશન ખાતેથી સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં મેરી માટી મારો દેશ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શ્રી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ એચ.બી.વોરા સાહેબની આગેવાની હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન પી.આઇ. એસ.એમ.સોની તેમજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન પી.આઇ. પી.એલ ચોધરી તેમજ વંડા પોલીસ સ્ટેશન પો.સબ.ઇન્સ. વાય.પી.ગોહીલ તેમજ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પી.એસ.આઇ. પી.એમ.સીસોદીયા તેમજ સા.કુ.રૂરલ પો.સ્ટે. પી.એસ.આઇ. આર.એલ.રાઠોડ નાઓ દ્રારા સાવરકુંડલા ટાઉન વિસ્તારમા મેરી માટી મારો દેશ અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવેલ હોય જેમા અધિકારી ૦૬, પોલીસ કર્મચારી ૫૧, HG/GRD ૯૦, SPC ૮૨ તથા પ્રતિષ્ઠિત નાગરીકો, તથા અન્ય આગેવાનો જોડાયા હતા જેનો રૂટ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનથી શરૂ કરી જુના બસ સ્ટેન્ડ, રિધ્ધિ સિધ્ધિ ચોક, લીંબડી ચોક, મેઇન બજાર, ગાંધી ચોક, શેઠશેરી, મણીભાઇ ચોક, વડવાળા ફરસાણ, એમએલ શેઠ સ્કુલ ગ્રાઉન્ડ, હોમગાર્ડ કચેરી, મહુવારોડ, ગઢીયા પેટ્રોલપંપ, થી જનતા બાગ શીલાફલકમ સ્થળ ખાતે પુર્ણ કરવામાં આવેલ હતી તેમજ શહીદ વીરોના બલીદાન અને યોગદાનને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી તેમજ શીલાફલકમ સ્થળે વીર શહીદોને પુષ્પગુચ્છ અર્પણ કરી રાષ્ટ્રગીત ગાય રેલી કાર્યક્રમ પુર્ણ કરેલ હતો.

IMG-20230812-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *