Gujarat

બોડેલીનો નર્મદા મુખ્ય નહેરનો ઓરસંગ એકવેડકટ ફાઉન્ડેશન રિસ્ટોરેશન સ્ટ્રક્ચર ફરી એક વખત  ધોવાયું

ગત વર્ષે ₹ 29 કરોડના ખર્ચે બનેલું બાંધકામ ધોવાણ થયું હતું આ વર્ષે વધારાના ₹ 33 કરોડ સાથે નવનિર્મિત બાંધકામ પહેલાં જ વરસાદમાં સફાચટ
બોડેલી ઓરસંગ એકવેડકટનું ફાઉન્ડેશન મજબૂતીકરણ કામ વારંવાર કેમ ધોવાય છે ?
     બોડેલી પાસેનો નર્મદા મુખ્ય નહેર પરના ઓરસંગ એકવેડકટના 33 કરોડના ટેન્ડરથી નિર્માણ પામેલ ફાઉન્ડેશન રિસ્ટોરેશન સ્ટ્રક્ચર ફરી એક વખત આખે આખું ધોવાઇ ગયું છે.આ ભાંગીને ભૂક્કો થઇ ગયેલા સ્ટ્રક્ચરનો અભ્યાસ કરવા ઓરસંગ કમિટીએ રૂબરૂ મુલાકાત લીધી હતી.હવે ફરી ત્રીજી વખત ફાઉન્ડેશન રિસ્ટોરેશનનું બાંધકામ દિવાળીથી શરૂ કરાશે તેમ જાણવા મળે છે.
      બોડેલી પાસેના માળખામાં અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ બન્ને બાજુ તથા એકવેડકટ નીચે તેની પહોળાઇ સુધીમાં બાંધકામ સંપૂર્ણ ધોવાઇ ગયું છે.વધુ ધોવાણ થતું અટકાવવા તંત્ર દ્વારા બે વિશાળ ક્રેનોની મદદથી જરૂરી સ્થળો પર સેન્ડ બેગ ઠાલવવામાં આવી રહી છે.
નવી ડિઝાઇન ફેઈલ ગઈ છે કે બાંધકામ કોન્ટ્રાકટર દ્વારા નબળું બાંધકામ માથે મારવામાં આવી રહ્યું છે તે અંગે સવાલો ઉઠવા શરૂ થઇ ગયા છે.બોડેલી ઓરસંગ એકવેડકટના ફાઉન્ડેશનના કામમાં જ કેમ વારંવાર સ્ટ્રક્ચર બને છે ને તરત જ કોલાપ્સ થઇ જાય છે ?
     ગયા વર્ષે બોડેલીના ઓરસંગ એકવેડકટ ફાઉન્ડેશન રિસ્ટોર કરેલા ₹ 29 કરોડના કામનું એક જ વરસાદ અને ઓરસંગમાં આવેલા પુરના પાણીને પગલે સંપૂર્ણપણે ધોવાણ સર્જાયું હતું.
ઉચ્ચ અધિકારીઓની ટીમે  બોડેલી ઓરસંગ એકવેડકટ સાઈટની રૂબરૂ મુલાકાત લીધી હતી
બોડેલીનો એકવેડકટ હજી પણ સ્ટેબલ બની શક્યો નથી.
 રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓની ટીમે સ્થળ પર એપ્રિલમાં રૂબરૂ મુલાકાત પણ કરી હતી.મુલાકાત કરનાર અધિકારીઓમાં કેનાલ ડાયરેક્ટર , ક્વોલિટી કંટ્રોલના ચીફ એન્જી., નર્મદાના ચીફ એન્જી.  સહિત અધિકારીઓ રૂબરૂ ઓરસંગ નદીમાં સ્થળ પર પહોંચ્યા હતા.જ્યાં તેમણે એકવેડકટ ફાઉન્ડેશનની મૂળ સ્થિતિ, રિસ્ટોરેશનની કરાયેલી કામગીરીનું મૂલ્યાંકન કરી નવી ડિઝાઇન અંગે આપસમાં પરામર્સ પણ કર્યો હતો.તેઓએ નવી ડીઝાઇન સ્ટેબલ હશે તેવી ધરપત પણ આપી હતી.જોકે નવું બાંધકામ તૂટી પડતાં બોડેલીનો એકવેડકટ હજી સ્ટેબલ બની શક્યો નથી.
નવા બાંધકામમાં ઘણા મોટા ફેરકાર કરવામાં આવ્યા હતા.વચ્ચેના ત્રણ 12 થી 15 નંબરના પિયર વચ્ચે આવેલ ગાળાઓમાં બાંધકામ પછી તળિયાનું નદી લેવલ પાઈલ કેપથી બે મીટર નીચું રાખ્યું હતું.એટલેકે ધોવાણ થયેલ રિવરબેડ બાંધકામથી મધ્યના ત્રણ ગાળાઓમાં બે મીટર ઉંડો પાણી વહન થવા પેસેજ અપાયો છે.પાઈલ કેપનું R.L.72.50 મીટર છે.જ્યારે રિવર બેડ પાસે R.L.70.50 મીટર હતું.પાઈલકેપ એક મીટર ખુલ્લી રખાઇ હતી.ત્યારબાદ વચ્ચે પહોંચતા બીજો એક મીટરનો સ્ટેપ અપાયો હતો એકવેડકટ ફાઉન્ડેશન મજબૂતીકરણ કામ ફરી એક વખત તૂટી પડતા ઓરસંગ કમિટીએ રૂબરૂ મુલાકાત કરી અભ્યાસ કર્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230806-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *