National

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આતંકવાદનાં સંબોધનને પાકિસ્તાને એકતરફી અને ભ્રામક ગણાવ્યું

ઇસ્લામાબાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હતા. અમેરિકાની આ તેમની પ્રથમ રાજકીય મુલાકાત હતી જે ઘણી રીતે ખાસ હતી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડન અને પીએમ મોદીએ સંયુક્ત નિવેદનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સરહદ પારના આતંકવાદની આકરી ટીકા કરી હતી. આ સાથે પાકિસ્તાનને તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવા પણ કહેવામાં આવ્યું હતું. જાે કે, હંમેશની જેમ આ વખતે પણ પાકિસ્તાનને મરચા લાગ્યા છે.ઁસ્ નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસ દરમિયાન આતંકવાદનો મુદ્દો ઉઠાવવો પાકિસ્તાનને ખાસ પસંદ આવ્યો નથી. આ જ કારણ છે કે હવે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ અંગે નિવેદન જાહેર કર્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આતંકવાદ પર પીએમ મોદી અને બાયડનના નિવેદનોને એકતરફી અને ભ્રામક ગણાવ્યા છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનનો સંદર્ભ રાજદ્વારી ધોરણોની વિરુદ્ધ હતો.જાે બાયડન અને પીએમ મોદીએ સંયુક્ત નિવેદન જાહેર કરીને સરહદ પારના આતંકવાદની સખત નિંદા કરી હતી અને પાકિસ્તાનને તેના ક્ષેત્રમાં આતંકવાદી ગતિવિધિઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ પછી યુએસ કોંગ્રેસને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને તેને વિશ્વ માટે મોટો ખતરો ગણાવ્યો.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *