Gujarat

વડોદરામાં પાણીપુરીનાં ધંધાર્થીઓને ત્યાં દરોડા, ૩ દિવસ વેચાણ પર પ્રતિબંધ

વડોદરા
ચોમાસામાં ખાસ કરીને પાણીજન્ય રોગચાળો અને બહારમાં વેચાતા ખુલ્લા ખાદ્ય પદાર્થોના કારણે બીમારી ફેલાતી હોવાથી જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિક આરોગ્ય અમલદારે ખોરાક શાખાની ફૂડ સેફટી ઓફિસરોની ચાર ટીમ બનાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરી વેચતા અને બનાવતા ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન પુરી, ચણા, બટેટા, પાણીપુરીનું પાણી, ચટણી, બટાકાનો માવો વગેરેનું ચેકિંગ હાથ ધરી અખાદ્ય ચણા-બટેટા અને પાણીનો નાશ કર્યો હતો. પાણીપુરી માટે મસાલા વાળું જે પાણી બનાવવામાં આવે છે તેમાં અને બટાકાના માવામાં કૃત્રિમ રંગ નાખ્યો છે કે કેમ તેમજ પૂરી માટેનો આટો ગુણવત્તા વાળો છે કે કેમ તેનું પણ ચેકિંગ હાથ ધર્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ એ જ્યાં ચેકિંગ હાથ ધર્યું ,ત્યાં સ્વચ્છતાનો અભાવ જણાઈ આવ્યો હતો. માવો ખુલ્લો હતો અને તેના પર માખીઓ પણ બેઠેલી જણાઈ આવી હતી. ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી. જાેકે તેમ છતાં કોઈ ફેર ન પડતાં આગામી ૩ દિવસ પાણીપુરી વિક્રેતાને ધંધો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *