સાબરકાંઠા જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક મહાસંઘના મંત્રી તથા હિંમતનગરની હિંમત હાઈસ્કૂલના સિનિયર શિક્ષક પંકજભાઈ જે. મહેતાની ગઈકાલે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠકમાં ABRSM ના અખિલ ભારતીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂરજી, અખિલ ભારતીય ઉપાધ્યક્ષ મોહનજી પુરોહિતની હાજરીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ દ્વારા ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના ઉપાધ્યક્ષ તરીકે ઘોષણા થઈ. જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતી શિક્ષકોના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી સફળ ઉકેલ લાવતા સક્રિય પદાઅધિકારીની રાજ્યકક્ષાએ નિમણૂંક થતા સમગ્ર શિક્ષક આલમમાં આનંદની લાગણી ફેલાઈ છે. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મિતેષભાઇ ભટ્ટ તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા દ્વારા આ ઘોષણાને હર્ષ પૂર્વક આવકારવામાં આવી છે.


