કવાંટ તાલુકાના પાનવડ ગામે વર્ષો જૂના પુલમાં ભુવો પડ્યો છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે છેલ્લા 10 દિવસથી પુલ ઉપર ગાબડું પડ્યું છે પરંતુ તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. આ પુલ ઉપરથી એસ.ટી.બસ સહિત ના તમામ વાહનો દિવસ રાત પસાર થાય છે ત્યારે બ્રિજ પરનું ગાબડું કોઈ દુર્ઘટનાનું કારણ બને તેવો ડર સ્થાનિકોને સતાવી રહ્યો છે. ધામની નદી ઉપર સ્થિત આ પુલ જર્જરિત હાલતમાં છે. બ્રિજના વચ્ચોવચ કિનારા ઉપર પડેલ ભુવો ખૂબ જ ઊંડો છે. ભુવો પડયાને 10 દિવસ થયા છતાં તંત્ર દ્વારા કોઈ સૂચના દર્શાવતું બોર્ડ કે ભુવાથી લોકોને સુરક્ષિત કરવા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. સ્થાનિકો એ લોકોને સાવચેત કરવા ભુવામાં એક થેલી બાંધીને લાકડી ઉભી કરી છે. આવી સ્થતિમાં જો કોઈ વાહનનો ટાયર ભુવામાં પડે તો મોટું અકસ્માત સર્જાઈ શકે છે. તેવામાં વહેલી તકે જવાબદાર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
વર્ષો જૂનાં પુલની હાલત સાવ જર્જરિત છે. પુલના સડીયા બહાર આવી ગયા છે, પીલ્લારમાં પણ ભંગાણ છે ઉપર પાલીઓ તૂટી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં ખાડા પડયા છે. પરંતુ ગાબડું મોટો ચિંતાનો વિષય બન્યો છે. ચોમાસા દરમીયાન પુલનું સમારકામ થાય તે જરૂરી બન્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર