Gujarat

ભાવનગરમાં બે માળની ગેલેરીનો ભાગ ધરાશાયી

ભાવનગર
ભાવનગર શહેરમાં માધવહિલ કોમ્પ્લેક્સનો પાછળનો ભાગ ધરાશાયી થયો છે. બે માળની ગેલેરીનો ભાગ નીચે પડતા કેટલાક લોકો કાટમાળ નીચે દટાઇ ગયા હતા. જેમાંથી એક મહિલાનું મોત થયુ છે. તો કાટમાળ નીચેથી ૧૫થી વધુ લોકોને બહાર કઢાયા હોવાની માહિતી સામે આવી છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે કાટમાળ નીચે દટાયેલા હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતા જ ૧૦૮ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને લોકોને બચાવવા માટેની કામગીરી શરુ કરી છે. ભાવનગરમાં ખૂબ જ મોટી દુર્ઘટના બની છે. ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલા માધવહિલ કોમ્પ્લેક્સમાં બે માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો છે. ગેલેરીનો ભાગ ધરાશાયી થતા તેની નીચે અનેક લોકો દટાઇ ગયા હતા. જે પછી ૧૦૮ એમ્બ્યુલન્સલ અને ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. ઘટના બનતા આસપાસ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જે પછી કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાટમાળ નીચે દબાયેલા લગભગ ૧૭ જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. આ તમામ લોકોને ઇજા પહોંચી છે. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જીડ્ઢઇહ્લની એક ટીમ બચાવ કામગીરીમાં જાેડાઇ. ભાવનગરમાં તખ્તેશ્વર મંદિરની બાજુમાં જ આવેલી હાઇરાઇઝ ઇમારત ધરાશાયી થઇ છે. આ ઇમારતા ૨૦થી ૨૫ વર્ષ જુની હોવાનું સામે આવ્યુ છે. અગાઉ પણ ભાવનગરમાં આવી ઇમારત ધરાશાયી થવાની ઘટના બનેલી છે. ભાવનગરમાં આશરે ૧૬૯ મકાન કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા છે. કેટલાક તો જર્જરિત છે પણ સરકારના ચોપડે નોંધાયેલા નથી. તો કેટલાક લોકો આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મકાન રિપેર કરાવી શકતા નથી. તો હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોની જવાબદારી ન તો સરકાર લેવા તૈયાર છે ન તો મકાન માલિક પોતે. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ મકાન રિપેર કરાવી શકતા નથી. કેટલાક મકાન તો ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે. ત્યારે આ ઘટનાછી ફરી એકવાર ભાવનગર મહાનગરપાલિકા ઘોર બેદરકારી સામે આવી છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *