Gujarat

છોટાઉદેપુર અલીરાજપુર રોડ ઉપર ચીસાડીયા ગામ પાસે રેલવે ઓવર બ્રિજ ઉપર જોખમી ખાડાઓથી રાહદારીઓ પરેશાન, મોટા મોટા ખાડાઓને લઈ અવારનવાર અકસ્માતોના બનાવો પરંતુ પ્રશાસન ગોર નિંદ્રામાં  

ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઇવે નંબર 56 ઉપર મધ્યપ્રદેશની સરહદે છોટાઉદેપુર જિલ્લાના ચીસાડીયા ગામે રેલવે ઓવરબ્રીજની બિસ્માર હાલત રાહદારીઓના પરેશાની નું કારણ બન્યું છે. રેલવે ઓરબ્રીજ ઉપર બરાબર રેલ્વે ટ્રેકની ઉપર રેલવે વિભાગ દ્વારા બાંધવામાં આવેલ બ્રિજ ઉપર મોટા મોટા ખાડાઓ જાણે કે ખાડામાં રોડ હોય તેવી સ્થિતિ સર્જાય છે. નેશનલ હાઈવે હોય ગુજરાત થી મધ્ય પ્રદેશ અને મધ્યપ્રદેશ થી ગુજરાત તરફ આવતા જતા વાહન ચાલકોને આ બ્રિજ ઉપર પસાર થતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્રણથી ચાર ફૂટના વ્યાસ ધરાવતા અને ઊંડાઈ ધરવતા ખાડાઓ માં વાહનના ટાયર પડે તો એટલી જોરદાર રીતે વાહન પટકાય છે કે જેને લઇ અકસ્માતો પણ સર્જાય છે. બ્રિજ ઉપર સળિયા બહાર આવી ગયા છે જો કોઈ સળિયા ઉપર પડે તો એનું જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે હાલ ચોમાસા દરમિયાન આ ખાડાઓમાં પાણી ભરાતા વાહન ચાલકોને અંદાજો પણ નથી હોતો કે ખાડો કેટલો મોટો છે જેથી ગંભીર અકસ્માત સર્જવાની પણ શક્યતાઓ અહીં રહેલી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરી પરંતુ પ્રશાસનના પેટનું પાણી હલતું નથી તો લોકો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે રેલવે વિભાગ દ્વારા બ્રિજનું મારામત થાય જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230801_115604.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *