Gujarat

છોટાઉદેપુર અને કવાંટ તાલુકાના પાનવડ ખાતે બાળમજુરી કરાવતો લોકોને ત્યાં ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા રેડ કરાઈ

છોટાઉદેપુર જીલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા તા.૦૮-૦૮-૨૦૨૩ના રોજ છોટાઉદેપુરમાં અને કવાંટ તાલુકાના પાનવડ ખાતે ટાસ્કફોર્સ રેડ કરવામાં આવી હતી. જેમાં ૧ બાળ શ્રમિકને મુક્ત કરવવામાં આવ્યું. કવાંટ તાલુકાના પાનવડ ખાતે રેડ કરતાં સંસ્થા શાલ્વી કલેકશન, કબીર કીલીનીકની બાજુમાં પાનવડમાં ૧ બાળ શ્રમિક પાસે કામ કરાવવામાં આવતું હતું જેની ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પુછપરછ દરમ્યાન બાળ શ્રમિક હોવાનું જણાઈ આવેલ આથી તે બાળકોને બાળ મજુરીમાંથી મુક્ત કરાવી કાર્યવાહી કરી બાળ સંરક્ષણ ગૃહ છોટાઉદેપુર ખાતે સોપવામાં આવેલ, તથા કામે રાખનાર સંસ્થા અને બાળ શ્રમિકનું નિવેદનો લઇને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં છોટાઉદેપુર જિલ્લાના સરકારી શ્રમ અધિકારી એમ.એ જડે, જિલ્લા બાળ સુરક્ષા એકમ છોટાઉદેપુર તરફથી લીગલ કમ પ્રોબેશન અધિકાર જે.આઈ.બ્લોચ, પોલીસ સ્ટેશન છોટાઉદેપુર તરફથી ગિરીશભાઈ ભુપતભાઈ વણઝારા(PC), જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર તરફથી પ્લેસમેન્ટ ઓફિસર, અનિલકુમાર છગનભાઈ રાઠવા તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી છોટાઉદેપુર તરફથી રાઠવા ભુરીબેન એસ અને નગરપાલિકા કચેરી છોટાઉદેપુર તરફથી ભટ્ટી શાહનવાઝ એમ જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *