Gujarat

જૂનાગઢ જિલ્લામાં માળીકામ સાથે સંકળાયેલા લોકો તાલીમ સત્રમાં ભાગ લેવા માટે અરજી કરી શકશે

રાજ્યમાં બાગાયતનો વ્યાપ વધારવા માટે તેમજ તાલીમ થકી યુવાનો તેમના કૌશલ્યમાં વૃદ્ધિ કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્ર્મ (માળી તાલીમ)’ અમલમાં મુકવામાં આવ્યો છે. આ તાલીમ હેઠળ પ્ર્તિ દિન તાલીમાર્થીઓને રુ. ૨૫૦ જેટલું સ્ટાઇપેન્ડ / વ્રુતિકા આપવામાં આવશે. આ યોજના અંતર્ગત ૩ દિવસ માટે ૮ કલાકનું તાલીમ સત્ર યોજવામાં આવશે.

જેથી, તાલીમ સત્રમાં ભાગ લેવા માટે ઈચ્છુક ૧૮ થી ૪૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ માળીકામ સાથે સંકળાયેલા વ્યક્તિઓએ આઈ.ખેડૂત પોર્ટલ પર જઈને આગામી તા. ૧૮ ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ નકલ અને જરૂરી સાધનિક કાગળો સહિત અત્રેની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લઘુ કૃષી ભવન, તાલુકા સેવા સદનની બાજુમા, સરદાર બાગ પાંસે,જુનાગઢ ખાતે રૂબરૂ અથવા ટપાલના માધ્યમથી જમા કરાવવાની રહેશે.

આ અંગે, વધુ માહિતી મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નં. ૦૨૮૫ – ૨૬૩૫૦૧૯ પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *