કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર આયોજિત જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી સંચાલિત જૂનાગઢ જિલ્લા અને મહાનગરપાલિકામાં શનિ-રવિવારની રજાઓમાં સાંસ્કૃત્તિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત લોક સંસ્કૃત્તિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે અને આજની યુવા પેઢી આપના સાંસ્કૃતિક વારસાથી પરિચિત થાય અને જીવંત રાખવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જૂનાગઢ જિલ્લામાં રાજપૂત સમાજની વાડી, શેરડી તા.માણાવદર ખાતે તા.૦૮ જુલાઈ ૨૦૨૩ના, આશાપુરા મંદિર ગ્રાઉન્ડ વડાલ ખાતે તા.૦૮ જુલાઈ ૨૦૨૩ના તથા ચેલૈયા ધામ, બિલખા ખાતે તા.૦૯ જુલાઈ ૨૦૨૩ના રોજ શનિ-રવિવારની રજાઓમાં સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં મીનરાજ શૈક્ષનિક સંકુલ, જૂનાગઢ ખાતે તા.૨૯ જુલાઈ ૨૦૨૩ના રોજ શનિ-રવિવારની રજાઓમાં સાંસ્કૃત્તિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો થકી જૂનાગઢ જિલ્લાના સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળેલ અને પરંપરાગત લોક સંસ્કૃત્તિના કલા વારસાને સ્થાનિક લોકોએ નિહાળ્યો હતો તેમ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
