Gujarat

અપ્રુજી ગ્રામપંચાયતના વીસીઈ ને ન્યાય આપવા બાબતે આવેદનપત્ર.

મકસુદ કારીગર,કઠલાલ
અપ્રુજી ગ્રામપંચાયતના વી.સી.ઈ ને ન્યાય આપવા બાબતે કઠલાલ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યો. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અપ્રુજી ગ્રામપંચાયતમાં વી.સી.ઈ તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ સૂરસિંગ સોલંકીને તા.૨૧/૭/૨૦૨૩ ના રોજ ગ્રામપંચાયતના લેટર પેડ પર છુટા કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.જ્યારે આ બાબતે અગાઉ તા.૨૬/૭/૨૦૨૩ ના રોજ તાલુકાના તમામ વી.સી.ઇ ઓ દ્વારા ભેગા મળીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ નિકાલ આવ્યો નથી જેથી આ બાબતે જલ્દી યોગ્ય નિકાલ આવે અને વી.સી.ઇ ને છુટા કરવામાં ના આવે તેવો ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે.

IMG-20230804-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *