Gujarat

પી.જી.વી.સી.એલ. દ્વારા યુદ્ધના ધોરણે 414 ફિડરો, 221 વીજપોલ અને એક ટીસી કાર્યરત કરાયા

જામનગર જિલ્લામાં બિપરજોય વવાઝોડાના પરિણામે ભારે પવન અને વરસાદના પરિણામે વીજવિક્ષેપ
ઊભો થયો છે. તે પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમો એક્શન મોડમાં છે. હાલ જામનગર જિલ્લામાં પીજીવીસીએલની 119
ટીમો કાર્યરત છે. ભારે પવનના પરિણામે જિલ્લામાં 958 ફિડરો, 1255 વીજપોલ અને 40 ટીસી ક્ષતિગ્રસ્ત થયા છે. જેમાંથી
તાત્કાલિક ધોરણે 414 ફિડરો, 221 વીજપોલ અને એક ટીસી કાર્યરત કરવામાં આવ્યા છે.જામનગર જિલ્લાના 367
ગામડાઓમાં વીજ પૂરવઠો પૂર્વવત કરાયો છે. જ્યારે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે 226 ગામડાઓમાં વીજ સપ્લાય બંધ
કરવામાં આવી છે. જેથી કરીને કોઈ નુકશાની તેમજ જાનહાનિ ન થાય.બાકીની જે જગ્યાઓ પર વીજ વિક્ષેપ ઊભો થયો છે ત્યાં
પીજીવીસીએલની ટીમો સતત કાર્યરત છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં 1 ટીસીમાં જે નુકશાન થયું હતું તે તાત્કાલિક
ધોરણે રીપેર કરવામાં આવ્યું છે. પીજીવીસીએલની 119 ટીમો દ્વારા જે જગ્યાઓ પર વીજ પુરવઠો ખોરવાયો છે ત્યાં યુદ્ધના
ધોરણે કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *