Gujarat

કોર્પોરેટ શાળાને ઝાંખપ એવી ભૈાતીક સવલતો અને તાલીમયુક્ત શ્રેષ્ઠ શિક્ષકો ગ્રામિણ બાળકોમાં કરે છે આદર્શ શિક્ષણનું સિંચન                                                    

રાજ્ય સરકારનાં શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી અભિયાન જેવા લોકજાગૃતિ લક્ષી પ્રયાસોથી સમાજમાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે. શિક્ષણ અથવા કેળવણીએ દરેક યુગની જરૂરિયાત છે, એ નિઃસંદેહ છે, પરંતુ કોઈપણ યુગમાં જીવનમાં સુખશાંતિ અને સફળતા માટે ચારિત્ર્ય એ પાયાનું પરિબળ છે. ખરેખર તો શિક્ષણનો અને માનવજીવનનો મુખ્ય હેતુ શ્રેષ્ઠતમ ચારિત્ર્યનિર્માણ છે. અણઘડ પત્થરમાંથી માનવને શ્રેષ્ઠતમ ચારિત્ર્યમૂર્તિમા પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે, આવા જ માનવઘડતરનાં કાર્ય સાથે કાર્ય કરતી પ્રેરણા સભર સરકારી ઢેલાણા પ્રાથમિક શાળા આજે તમામ સવલતોથી સજ્જ બની ગ્રામિણ બાળકોમાં શિક્ષણનું સિંચન કરી રહી છે. ઢેલાણા પે-સેન્ટર શાળાનાં આચાર્ય નંદાણિયા દેવશીભાઇ વકમાભાઇ જણાવે છે કે અમારી શાળામાં ૧૦ શિક્ષકોનું સેટઅપ છે. શાળામાં શિક્ષણને લગત સઘળી માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે. વિષય શિક્ષકોનું પુરતુ સેટઅપ હોવાનાં કારણે આજે કામનાથ તિર્થક્ષેત્રનાં આસપાસનાં ૧૨ જેટલા ગામોનાં બાળકો અમારી શાળામાં વિદ્યાભ્યાસ માટે આવી રહ્યા છે. આજે જ્યારે જનમાનસમાં ખાનગી શાળામાં જ ઉત્તમ શિક્ષણ મળે એવી ભ્રામક માન્યતાને અમારી શાળા ખંડીત કરી રહી છે. શાળામાં શુધ્ધ પીવાનાં પાણીની સવલત માટે આર. ઓ, સી.સી.ટી.વી. કેમેરા, વિજપુરવઠાની અનુપલબ્ધી વેળાએ ઈન્વર્ટરની સવલત, શાળામાં શ્રેષ્ઠ પુસ્તકાલય, બાળ ક્રિડાગણ, બાળકને ગમ્મત સાથે જ્ઞાનવર્ધન ની સવલત, શાળામાં વરસાદી નિરનાં સંગ્રહ માટે ભુગર્ભ ટાંકો, શાળાં સુશોભિત પ્રવેશ દ્વાર થી વર્ગખંડને આકર્ષિત બનાવવા, શાળામાં,સોલાર પ્લાન્ટ, બાળકો માટે સાબુ નેપકીન સાથે શૈાચાલયની સવલત, ૧૦૫૦૦ જેટલા પુસ્તકોની લાયબ્રેરી ઉપલબ્ધ છે.

        શાળાનાં ઈન્ફ્રાસ્ટકચરની આધુનિક સવલતો માટે સરકાર તરફથી પ્રાપ્ય અનુદાન ઉપરાંત શાળાનાં શિક્ષકો તેમાં પોતાનું યોગદાનતો જોડે છે. પરંતુ તેમાં નિવૃત થતાં શિક્ષકો તેમનાં સ્મરણો શાળા સાથે જળવાઇ રહે તે માટે શાળાની ભૈાતીક જરુરીયાત માટે ૫૦ હજારથી વધુની રકમનાં શૈક્ષણિક સાધનોની ભેટ આપતા જાય છે. ગામનાં પુર્વ સરપંચ લક્ષમણભાઇ શાળાની તમામ જરુરયાતો માટે પોતે આર્થીક સહકાર આપવા તત્પર રહે છે.

            શાળાનાં શિક્ષક ડોડીયા કાનજીભાઇ જેસીંગભાઇ શાળાની વાતને હરખભેર વર્ણવતા જણાવે છે કે સાહેબ અમારી શાળા કોર્પોરેટ શાળાથી પણ અવ્વલ છે. અમારી શાળામાં બાળકો ભણવા હરખભેર આવે છે. શાળામાં વરસાદી નીર સાચવવા ભુગર્ભ ટાંકો તો બનાવ્યો પણ તે ટાંકાને સજાવીને તેના ઉપર અમે રંગમંચ સજાવ્યો છે. અહીં અમારા બાળકો પોતાની કલાને રજુ કરે છે. શાળાનાં બાળકો બજારનાં ફાસ્ટફુડને બદલે ઘરેથી લાવેલા નાસ્તાને સ્વીકારે છે. શાળાનાં સ્વચ્છતા એવોર્ડ પણ મળેલ છે. શાળાનાં શિક્ષકશ્રી ચાવડા સુરાભાઇ,રાઠોડ દેવાભાઇ, જેઠવા કુસુમબેન, ઝણકાત શાંતાબેન, વાળા કાનાભાઇ, રાઠોડ મનહરભાઇચાવડા નાથાભાઇ બાળકોનાં શિક્ષણ માટે સદૈવ કાર્યરત અને કટીબધ્ધ રહે છે.

                     ગામનાં પુર્વ સરપંચ લક્ષમણભાઇ જણાવે છે કે આજે લોકોને જ્ઞાનની ભૂખ ફરીથી ઉઘડી છે, શિક્ષણ એટલે કે અક્ષરજ્ઞાનનું મૂલ્ય સામાન્ય માણસ સમજતો થયો છે. કોઈ પણ સમાજમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને ભોજન દરેક વ્યક્તિને સહજ અને પરવડે તે કિંમતે ઉપલબ્ધ હોવા જોઈએ. તેની બદલે વ્યક્તિ એજ્યુકેશન લોન લઈને કે પોતાની મરણમૂડી વાપરીને પણ પોતાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે માત્ર સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે કોથળા મોઢે ફી આપીને મળે તેને જ શ્રેષ્ઠ શિક્ષણ કહેવાય ? બસ આ વાત અમોને સ્પર્શી અને અમારા ગામની પ્રાથમિક શાળા આધુનિક ખાનગી શાળાથી શ્રેષ્ઠ બનાવી છે. મગજ વસ્તુઓ ઠાંસીઠાસીને ભરવાનું ખાલી વાસણ નથી, પરંતુ આગ પ્રગટાવવાની મીણબત્તી છે. પહેલા પગથિયેથી જ પહેલું કામ બાળકની કલ્પના શક્તિને શિસ્તના રૂપાળા નામે યોજનાપૂર્વક બુઠ્ઠી કરવાનું કરવા કે ચિત્રવિચિત્ર પ્રશ્ન પૂછનાર બાળકની ગણના તોફાની ટપુડા તરીકે થાય પરંતુ અમારા ગામની શાળાનાં બાળકો આજે ગોખણિયા જ્ઞાનની પરીક્ષા પદ્ધતિને બદલે નવા નવા સંશોધનો, સ્વતંત્ર વિચાર શૈલી, મૌલિકતાને વધારે મહત્ત્વ આપતા થયા છે. સ્કીલબેઈઝ એજ્યુકેશન પર ભાર મુકાયો છે. શ્રી રવિશંકરજીએ બહુ જ સરસ વાત કરી હતી તે મુજબ અમારા ગામની સરકારી શાળાનાં બાળકો જે પદ્ધતિથી એ નથી સમજી શકતા તો એ જે પદ્ધતિથી સમજે છે તે પદ્ધતિથી સમજાવી શિક્ષણ આપવામાં આવે છે.

                  શાળાનાં આચાર્ય જણાવે છે કે અમારા ગામની શાળામાં ૧૦૫૦૦/ પુસ્તકો છે. તેના માટે અમોએ સારા પુસ્તકાલયની વ્યવસ્થા કરી છે. બાળકો શિક્ષણને પુસ્તક વાંચે અને પુસ્તકો જેવો કોઈ મિત્ર નથી તથા તેમના જેવો કોઈ સાથી નથી. પુસ્તકો એક શિક્ષકની ગરજ સારે છે તે વિભાવના સમજે તે છે. સારા પુસ્તકોનું વાચન વ્યક્તિમાં ચોક્કસ ચરિત્રનું નિર્માણ કરી શકે. મહાપુરુષોની આત્મકથા અને તેમન અનુભવો કેટલાયના જીવન અજવાળી શકે. ગમે તેટલી વ્યસ્તતામાંથી સમય કાઢીને આપણે થોડો સમય પુસ્તકો સાથે વીતાવવો જોઈએ એ ભાવથી પુસ્તકોનું વાચન વિદ્યાર્થઓનાં  ભાવજગતને પુષ્ટ કરે છે

                               ઢેલાણા ગામની શાળાને સ્કુલ ઓફ એકસલન્સમાં પણ સમાવિષ્ટ કરવામાં આવી છે. આ શાળા બાળકોનાં જ્ઞાનવર્ધનમાં અને ઊભી કરાયેલ શૈક્ષણીક સવલતોમાં અને શાળા બિલ્ડીંગનાં ભૈાતીક માળખાની સવલતો બાબતે અન્ય સરકારી પ્રાથમિક શાળાઓ માટે પ્રેરણારૂપ છે.

                                                     ૦૦૦૦૦૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *