નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફ્રાન્સની બે દિવસની મુલાકાત બાદ સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા હતા. પીએમ અબુ ધાબીમાં શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળ્યા. તે પ્રતિનિધિમંડળ સ્તરની મુલાકાત હતી. પીએમએ મોહમ્મદ બિન અલ-નાહયાન સાથે વેપાર અને રોકાણ, ફિનટેક, ઉર્જા, પુનઃપ્રાપ્ય ઉર્જા, આબોહવા પરિવર્તન, ઉચ્ચ શિક્ષણ અને બંને દેશોના નાગરિકો વચ્ચે આગળ વધતા જાેડાણ સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. વડાપ્રધાન મોદી ફ્રાન્સ અને પછી ેંછઈની મુલાકાત લીધા બાદ ભારત પરત ફર્યા છે. તેણે ટિ્વટર પર એક વીડિયો શેર કર્યો છે. ેંછઈમાં ઁસ્નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદીને મળવા બાળકો પણ પહોંચ્યા હતા. વડાપ્રધાનને બાળકો ખૂબ જ પ્રિય છે. તેમનું સ્વાગત કરવા આવેલા બાળકો સાથે પણ તેમણે હાથ મિલાવ્યા હતા. તે ભારતનો ધ્વજ લહેરાવતો જાેવા મળ્યો હતો. મોહમ્મદ બિન અલ-નાહયાન પીએમને મળ્યા ત્યારે તેમણે લાંબા સમય સુધી વડાપ્રધાનને ગળે લગાવ્યા હતા. તેઓ પીએમ માટે ખુરશી ઠીક કરતા પણ જાેવા મળ્યા હતા. ેંછઈ ના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને પણ ઁસ્ ને ??બ્લુ બેન્ડ અર્પણ કર્યું. તેણે પોતે પણ આ બેન્ડ મૂક્યું હતું, જે બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતા દર્શાવે છે. સંયુક્ત આરબ અમીરાત પહેલા પણ પીએમ મોદીનું સન્માન કરી ચૂક્યું છે. ૨૦૧૯ માં, મોહમ્મદ બિન ઝાયેદે તેમને શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયાનના નામે ઉચ્ચ સ્તરીય સન્માનથી નવાજ્યા. તેમની તાજેતરની મુલાકાત પર, પીએમે તેમની સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. છેલ્લા ૯ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી વખત સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા છે. આ પોતે જ બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાનું પ્રતીક છે. તાજેતરની મુલાકાત પર, બંને નેતાઓએ ભારત અને ેંછઈ વચ્ચે તમામ મોરચે થયેલી જબરદસ્ત પ્રગતિની પ્રશંસા કરી હતી. દ્વિપક્ષીય વેપાર ઇં૮૫ બિલિયન સુધી પહોંચી ગયો છે. ેંછઈ ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ખાસ વાત એ છે કે ેંછઈ એ બીજાે દેશ છે જ્યાં ભારત સૌથી વધુ નિકાસ કરે છે. ભારત ેંછઈ નો બીજાે સૌથી મોટો વેપારી ભાગીદાર છે. આગામી સમયમાં બંને દેશોએ સંબંધોને વધુ મજબુત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.