જીલ્લા પોલીસ વડા દ્વારા કામગીરીની પ્રસંસા કરાઇ.
ઉના – ગીર સોમનાથ જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં બનતી ક્રાઇમની ઘટનાને ડામી દેવા તેમજ ગંભીર ઘટનાની નિષ્ઠા સાથે તપાસ
કરી આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી ગુન્હાનો ભેદ ઉકેલવા સતત ફરજ બજાવતા નાનાં પોલીસ કર્મચારીઓની ઉત્કર્ષ
કામગીરીની જીલ્લા પોલીસ. અધિક્ષક એ નોંધ લઈને તેને સન્માનિત કરાતાં પોલીસ બેડામાં ખુશીની લાગણી છવાઈ છે.
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં જુલાઈ 2023મા અન ડીટેકટ ગુન્હા ડીટેકટ કરવાં સાયબર ક્રાઇમમાં ફોર્ડનાં ગુન્હા તેમજ
મિલ્કત સંબંધીત ગુન્હા મુદામાલ કબ્જે કરવા કુદરતી આપવીતી સમયે માનવ સેવાની કામગીરી પ્રજાને જાગૃતી માટે મદદરૂપ થનાર
એલ સી બી નાં પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઇ બાલુભાઈ ગઢીયા, એસ ઓ જી બ્રાન્ચનાં એ એસ આઇ નરવણસિહ કાકુભાઈ ગોહિલ,
ઉના પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ રાહુલભાઈ નારણભાઈ છેલણા, પ્રભાસ પાટણનાં હેડ કોન્સ્ટેબલ કનકસિંહ નાનુભાઈ કાગડા એ
તાજેતરમાં ભારે વરસાદમાં વિવિધ વિસ્તારોમાં પાણીમાં ફસાયેલાં અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે બચાવી પહોંચાડવાની કામગીરી
ઉપરાંત બાઈક ચોરીનાં ભેદ ઉકેલી બાઇક જેવાં મુદામાલ કબ્જે કરી આરોપીને જડપી પાડવાં, સનખડા ગામે થયેલાં પ્રેમ પ્રકરણમાં
હત્યાનો ભેદ ઉકેલવા અને હત્યાનાં ગુન્હાનાં આરોપીને જડપી પાડીને જેલ હવાલે કર્યા તાલાલાનાં જેશાપુર ગામે થયેલી હત્યાનો
ભેદ ઉકેલી અન ડીટેકટ ગુન્હાનાં આરોપીને પકડી પાડવામાં આવેલ હતા.
આમ ઉપરોકત પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાની ફરજ દરમિયાન કરેલ ઉત્સુક કામગીરી એ પોલીસ ડીપાર્ટમેન્ટનું નામ રોશન
કરનાર નાનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓની સારી કામગીરીની જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાએ નોંધ
લઈને કર્મચારીઓનાં મનોબળ મજબૂત બને તેવાં હેતુસર સન્માનિત કરી ગીર સોમનાથ ખાતે બોલાવી સન્માનિત પત્ર આપી
બહુમાન કર્યું હતું. આ સન્માનિત થતાં પોલીસ કર્મચારીઓમાં આનંદ અને ખુશીઓની લાગણી છવાઈ હતી..


