Gujarat

ઉના-ગીરગઢડા રોડ પર આવેલી સ્ટાન્ડર કોટન જીનીંગ મીલમાં પોલીસ ત્રાટકી; 170 થી વધુ વિદેશી દારૂની પેટીઓ સાથે બેની અટકાયત કરી

હાર્દિક કાનાબાર પ્રાચી
જીનીંગ મીલમાંથી 7 લાખથી વધુનો દારૂ પકડાયો
ઉના પંથક વિદેશી દારૂનું એ.પી સેન્ટર હોય તેમ વ્યાપક પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય છે અને વિદેશી દારૂની હેરાફેરી કરવી એ હવે આ વિસ્તારમાં સામાન્ય બાબત બની ગઈ હોય તેમ દીવથી રોજ લાખો રૂપિયાના દારૂનો જથ્થો ઉના સુધી પહોંચતો હોય છે. ત્યારે ઉના ગીરગઢડા રોડ પર આવેલા એક જીનીંગ મીલમાં વ્યાપક પ્રમાણમાં દારૂનો જથ્થો પડ્યો હોવાનું અને દારૂનું કટીંગ થતુ હોવાની બાતમી , જિલ્લા એલ.સી.બી ના સ્ટાફને મળી હતી. જે બાતમી આધારે આજે આ જીનીંગ મીલમાં રેડ કરતા 171 વિદેશી દારૂની પેટીના જથ્થા સાથે બે શખ્સોને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ઉનામાં ગીરગઢડા રોડ પર આવેલ સ્ટાન્ડર કોટન જીનીંગ મીલના માલીક હસનેન આશીફઅલી સુમરાણી તેમજ કાના કાળુ ગોહીલ ધરવી આ બન્ને શખ્સોએ જીનીંગ મીલના ગોડાઉનમાં દારૂનો મોટાપાયે જથ્થો રાખેલો હોવાની બાતમી જિલ્લા એલ.સી.બી ટીમને મળી હતી. જેથી LCB પી.આઇના માર્ગદર્શન હેઠળ સ્ટાફે દરોડા પાડતા 171 વિદેશી તેમજ બીયરના ટીન ની  પેટીઓ જેમાં વિદેશી દારૂની બોટલો 2592 તેમજ બીયરના ટીન 792 સહિત કુલ કિં.રૂ. 7.41 લાખથી વધુનો દારૂ કબ્જે કરી ટ્રેક્ટર મારફતે પોલીસ લાઇન ખાતે લાવામાં આવ્યો હતો. મુદ્દામાલ સાથે બે શખ્સોની અટક કરી પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. આ મોટાપાયે દારૂનો જથ્થો ક્યાંથી લાવામાં આવ્યો, કોને પહોંચાડવાનો હતો અને કેટલા સમયથી આ જીનીંગ મીલમાં દારૂનું કટીંગ થતું હતું. તે સમગ્ર બાબતે પુછપરછ હાથ ધરવામાં આવી છે

IMG-20230705-WA0107.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *