ડાકોર
આજકાલ સોશિયલ મીડિયા પર હાર્ટ એટેકની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. હાલ રાજ્યમાં હાર્ટ એટેક ના કારણે ઘણા લોકોના મોત નીપજ્યા છે. હાર્ટ અટેક ના કારણે નાની ઉંમરના યુવાનોના મોત પણ થયા છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે રાજ્યમાં પોલીસ જવાનોને ઝ્રઁઇ તાલીમ આપવામાં આવી હતી. જે ઝ્રઁઇ ની તાલીમ હવે ખરા અર્થમાં જીવન રક્ષક સાબિત થઈ રહી છે. ડાકોર મંદિર બહાર એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા પોલીસે ઝ્રઁઇ આપી જીવન બચાવી લીધું છે. ડાકોર મંદિરની બહાર એક દર્શનાર્થી ભક્તને હાર્ટ એટેક આવતા અચાનક ઢળી પડ્યો હતો. જેને ત્યાં હાજર પી.એસ.આઇ અને હેડ કોન્સ્ટેબલે ઝ્રઁઇ આપ્યું હતું, પ્રાથમિક સારવારરૂપે ઝ્રઁઇ આપતા વ્યક્તિ અચાનક જ ભાનમાં આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોતાની આસપાસ કોઈપણ વ્યક્તિને હાર્ટ એટેક આવે અને આપણે ઝ્રઁઇ તાલીમ લીધેલી હોય તો તે વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ. અવારનવાર આપણે જાેયા પણ છે કે ઘણા વ્યક્તિઓ હાર્ટ એટેક ના કારણે ઢળી પડે છે. ડોક્ટર કહેતા હોય છે જાે આ ભાઈને યોગ્ય સમયે ઝ્રઁઇ આપવામાં આવ્યું હોય તો તે બચી શક્યો હોત. આવા કિસ્સામાં ઝ્રઁઇ તાલીમ દેવદૂત સમાન સાબિત થાય છે, આ તાલીમ ગુજરાતના મોટાભાગના કર્મચારીઓને આપવામાં આવે છે. જે અત્યારે દેવદૂત સમાન બની રહી છે અને જેના કારણે આજે એક વ્યક્તિનો જીવ બચ્યો છે.


