Gujarat

ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચેય વિઘાનસભા મતવિભાગમાં મતદાન મથકો, સેક્શન શિફટ- મર્જ અને નવા સૂચવેલ મતદાન મથકો અંગે રાજકીય પક્ષોના પ્રતિનિઘિ સાથે વિસ્તૃત ચર્ચા- ર્વિમશ કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી

ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ મતદાર વિસ્તારમાં મતદાન મથકો, મતદાન મથકોના સ્થળ, સેક્શન શિફ્ટ, મર્જ કર્યા અંગેની અને નવા સૂચવેલ મતદાન મથકોની વિસ્તૃત ચર્ચા માટે જિલ્લા ચૂંટણી અઘિકારી અને જિલ્લા કલેકટર હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિઘિઓ અને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, મતદાનની પ્રક્રિયામાં મતદારો માટે અને ચૂંટણી લક્ષી વહીવટી કામગીરીમાં સરળતા રહે તેવા ઉમદા આશયથી મતદાન મથકો મર્જ કરવા અને જરૂર જણાય ત્યાં નવા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. એક જ સંકુલમાં આવેલા મતદાન મથકો કે જયાં બે મતદાન બુથ હોય પણ મતદારોની સંખ્યા બન્ને મતદાન મથક પર ઓછી હોય તેવા મોટા ભાગના મતદાન મથકોને ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર મર્જ કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં કોઇ મતદાન મથક પર ૧૫૦૦થી વઘુ મતદારો ન રહે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. તેમજ તમામ મતદાન મથકો પર મતદાન કરવામાં સરળતા રહે, મતદાન મથકનું બિલ્ડીંગ કે ઓરડો જર્જરિત થયો હોય કે નવું મતદાન મથક બનાવવાની જરૂરિયાત ઉભી થઇ હોય તેવી અનેક બાબતોને ગાઇડલાઇન અનુસાર ઘ્યાનમાં રાખવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી હિતેષ કોયા દ્વારા વિવિઘ રાજકીય પક્ષોના પ્રતિનિઘિશ્રીઓ અને ઘારાસભ્યો તરફથી રજૂ કરવામાં આવેલા તમામ પ્રશ્નનો સુમેળ ઉકેલ આર.ઓ. સાથે રહી લાવવામાં આવ્યો હતો. તેમજ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલી વિવિઘ સૂચનોને પણ મતદાન મથકો- મતદાન મથકોના લોકેશન અને સેકશન શીફટ – મર્જ કરવાની કામગીરી સમયે ખાસ ઘ્યાને રાખવા પણ સર્વે અધિકારીઓને જણાવ્યું હતું.
આજે યોજાયેલ બેઠકમાં મતદાન મથકો- મતદાન મથકોના સ્થળ અને સેકશન શિફ્ટ – મર્જ અંગે પાંચેય વિઘાનસભા મતદાર વિભાગના આર.ઓ. દ્વારા તા. ૩૦મી જૂલાઇ સુઘી થયેલ ફેરફારોની આંકડાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી. જે અનુસાર ૩૪ દહેગામમાં ૨૦૨૨ વિઘાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન મથક – ૨૫૫ હતા. જેમાં ૧૩ – મતદાન મથક મર્જ કરી મતદાન મથકો ૨૪૨ સૂચવવામાં આવ્યા છે. ૨૪ મતદાન મથક શિફટ કરવા જણાવ્યું છે. જયારે સેકશન ૧૭૨૩ જ રાખવામાં આવ્યા છે. ૩૫- ગાંધીનગર(દક્ષિણ)માં ૨૦૨૨ની વિઘાનસભાની ચૂંટણીમાં મતદાન મથક – ૩૫૧ હતા.જેના સ્થાને મતદાન મથકો ૩૪૯ કરવા સુચવાયું છે. જેમાં ૯ મતદાન મથકો મર્જ કરવા તેમજ ૨૬ મતદાન મથક શિફ્ટ કરવા જણાવ્યું છે. સેકશન ૩૭૮૮ ની જગ્યાએ ૩૮૨૪ કરવા અને નવા મતદાન મથકો ૭ સૂચવવામાં આવ્યા છે. ૩૬- ગાંઘીનગર (ઉત્તર)માં ૨૦૨૨ની વિઘાનસભાની ચૂંટણીમાં મતદાન મથક – ૨૪૨ હતા. જેમાં ૪ મતદાન મથકો મર્જ કરી મતદાન મથકો ૨૩૯ સૂચવવામાં આવ્યા છે. ૯ મતદાન મથક શિફ્ટ કરવા જણાવ્યું છે. જયારે સેકશન ૧૫૫૯ ની જગ્યાએ ૧૫૭૦ કરવામાં પણ જણાવ્યું છે. નવા મતદાન મથકો ૧ સૂચવવામાં આવ્યા છે. ૩૭- માણસામાં ૨૦૨૨ની વિઘાનસભાની ચૂંટણીમાં મતદાન મથક – ૨૬૫ હતા. જેમાં ૧૮ મતદાનદ્બ મથકો મર્જ કરી મતદાન મથકો ૨૪૭ સૂચવવામાં આવ્યા છે. ૧૧ મતદાન મથક શિફ્ટ કરવા જણાવ્યું છે. સેકશન ૧૮૩૨ ની જગ્યાએ ૧૮૪૦ કરવા પણ જણાવવામાં આવ્યું છે. ૩૮- કલોલમાં ૨૦૨૨ની વિઘાનસભાની ચૂંટણીમાં મતદાન મથક – ૨૩૭ હતા, જેમાં ૬ મતદાન મથકો મર્જ કરી મતદાન મથકો ૨૩૨ કરવા માટે સૂચવવામાં આવ્યું છે. ૨૬ મતદાન મથક શિફ્ટ કરવા પણ જણાવવામાં આવ્યું છે. સેકશન ૨૨૧૯ ની જગ્યાએ ૨૨૨૧ કરવા પણ જણાવ્યું છે. નવા મતદાન મથકો ૧ સૂચવવામાં આવ્યા છે.
આ બેઠકમાં ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ઘારાસભ્ય જે.એસ.પટેલ, કલોલના ઘારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગીરાજસિંહ ગોહિલ, પાંચેય વિઘાનસભા મતદાર વિભાગના આર.ઓ. સહિત વિવિઘ રાજકીય પક્ષના પ્રતિનિઘિઓ ઉપસ્થિત રહ્યા હતા.

File-02-Page-Ex-06-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *