ગાંધીનગર
ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મોના વિકાસ અને પ્રાત્સાહન માટે વર્ષ ૨૦૧૯માં નીતિ ઘડી હતી. જાે કે કોરોના મહામારી અને તે પછીનો સમય એટલે ત્રણ વર્ષથી ગુજરાતી ફિલ્મોને એવોર્ડ આપી શકાયા ન હતા. ત્યારે હવે ગુજરાત સરકારે કુલ ૪૬ કેટેગરીને લક્ષમાં લઇને ત્રણ વર્ષના એવોર્ડની જાહેરાત કરી છે. કુલ ત્રણ વર્ષના એવોર્ડની વાત કરીએ તો વર્ષ ૨૦૨૦ માટે ૩૪, વર્ષ ૨૦૨૧ માટે ૩૬ અને વર્ષ ૨૦૨૨ માટે ૪૦ મળીને કુલ ૧૧૦ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. નજીકના સમયમાં જ એવોર્ડ ફંકશન યોજીને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. તો સાથે જ ગુજરાત સરકાર દ્વારા કુલ ૧૮ ફિલ્મને ૩.૫૩ કરોડ રુપિયાની સબસિડી ચુકવવામાં આવશે. આ સાથે જ ત્રણ વર્ષમાં પ્રતિવર્ષ પ્રમાણે રીલીઝ થયેલી શ્રેષ્ઠ ફિલ્મ, મહિલા સશક્તિકરણ અંગેની ફિલ્મ, શ્રેષ્ઠ બાળ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શન, અભિનેતા, અભિનેત્રી, પટકથા, સંગીત, ગીત, નૃત્ય, જેવી કુલ ૪૬ શ્રેણીઓમાં પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૨૦ ના એવોર્ડ
લવની લવ સ્ટોરી ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ
ગોળ કેરી ફિલ્મને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ
ગોળ કેરી ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે મલ્હાર ઠાકર
ફિલ્મ કેમ છો ? માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે કિંજલ રાજપ્રિયા
વર્ષ ૨૦૨૧ના એવોર્ડ
કોઠી ૧૯૪૭ ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ
દીવા સ્વપ્નને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ
ડ્રામેબાજ ફિલ્મ માટે આદેશસિંઘ તોમરને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ
ભારત મારો દેશ છે ફિલ્મ માટે ડેનિશા ગુમરાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ
વર્ષ ૨૦૨૨ના એવોર્ડ
ઓમ મંગલમ સિંગલમને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ
ફક્ત મહિલાઓ માટે ફિલ્મને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ
ફક્ત મહિલાઓ માટે ફિલ્મ માટે યશ સોનીને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ
ફક્ત મહિલાઓ માટે ફિલ્મ માટે આરોહી પટેલને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ


