સંયુક્ત મોરચા સંમેલન કાર્યક્રમ છોટાઉદેપુરના દરબાર હોલમાં રાખવામાં આવ્યો હતો જેમાં મોદી સરકાર દ્વારા 9 વર્ષ ના કાર્યકાળ માં કરેલ વિકાસ ના કામો ની પ્રસંશા કરવામાં આવી હતી.સાથે જ નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન,જન ધન યોજના,આવાસ યોજના ,આયુષમાંન કાર્ડ,જેવી અનેક યોજનાઓ દ્વારા આદિવાસી વિસ્તાર ના છેવાળા ના માનવી સુધી સહાય પહોંચાડવાનું કામ કર્યું છે.જે વિકાસ ની ગાથા આગળ પણ ચાલુ રહે અને આવનાર 2024 ની ચૂંટણી માં ફરી વાર ભાજપનો ભગવો લહેરાશે તેવો વિશ્વાસ આ સંમેલન માં હાજર સૌ હોદેદારો તેમજ કાર્યકરો એ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વક્તા નિખીલભાઇ પટેલ જીલ્લા ભાજપ મહામંત્રી શંકરભાઇ રાઠવા, મેહુલ પટેલ, ઘમેન્દ્રસિંહ પરમાર, જીલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


