વડોદરા
આવકવેરા વિભાગે છેલ્લા કેટલાક દિવસથી મોટી ટેક્સ ચોરી થતી હોવાની આશંકા સાથે ૩૦થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યુ છે. આવકવેરા વિભાગે ગુજરાતમાં વડોદરા, કચ્છ અને દિલ્હી સહિત દેશમાં ૩૦થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા છે. જેમાં વડોદરામાં શિવપ્રકાશ ગોયલ, જયપ્રકાશ ગોયલના પાનોલી ગ્રૂપ અને પ્રકાશ કેમિકલમાં તપાસ હાથ ધરી છે. વડોદરાના આ બંને પ્રકાશ ગ્રુપ અને ગોયલ ગ્રુપ પર આઈટીના દરોડાનો આજે પાંચમો દિવસ છે.વડોદરામાં પ્રકાશ ગ્રુપ અને ગોયલ ગ્રુપ પર સર્ચ અને કાઉન્ટિંગની કામગીરી ચાલુ છે. બંને ગ્રુપના વડોદરા, ભરૂચ, ગાંધીધામ, દિલ્હી સહિતના સ્થળોએ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. ૩૦થી વધુ સ્થળોએ ૈં્ની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બંને ગ્રુપ પાસેથી કરોડોની રોકડ, જવેલરી તથા મિલકતોના દસ્તાવેજાે મળી આવ્યા છે તો ૩૦થી વધુ લોકરમાંથી મળેલી જવેલરી અને રોકડ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરાના પ્રકાશ ગ્રુપની એક કંપની દુબઈમાં પણ છે. દુબઈની કંપની થકી આયાત નિકાસના ગોટાળાની આશંકા છે. ટેક્સની મોટી રકમની ચોરી કરવામાં આવતી હોવાની શંકા છે. મહત્વનું છે કે વડોદરામાં કંપનીના માલિક દિલીપ શાહ અને મનીષ શાહને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ કરી છે. આ તરફ ગોયલ ગ્રૂપના ગાંધીધામના ભીમાસરમાં આવેલા કચ્છ કેમિકલ પ્લાન્ટ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસના અંતે મોટાપાયે કરચોરી ઝડપાય તેવી શક્યતા છે.
